Indias first gold in para powerlifting

Indias first gold in para powerlifting: પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવીને સુધીરે સર્જ્યો ઈતિહાસ-આ સાથે ભારતે 6 ગોલ્ડ જીત્યા

Indias first gold in para powerlifting: આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 20 મેડલ પોતાને નામે કર્યા જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલ સામેલ

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 ઓગષ્ટઃ Indias first gold in para powerlifting: કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટિંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટિંગ)માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ 2014માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરૂષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં 212 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

87.30 કિગ્રા વજન ધરાવતા સુધીરે રેક હાઈટ 14 સાથે પ્રથમ પ્રયત્નમાં 208 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. બીજા પ્રયત્નમાં તેમણે 212 કિગ્રા વજન ઉઠાવ્યું હતું. સુધીરે 212 કિગ્રા વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર 217 કિગ્રા વજન ઉઠાવવામાં અસફળ રહ્યા હતા. જોકે 134.5 પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ Announcement of Har ghar Tiranga by Amul: હવે અમૂલ દૂધ દ્વારા હર ઘર તિરંગા જશે, અમુલ ફેડરેશનનાં મેનેજીંગ ડિરેકટરે કરી મહત્વપૂર્ણ જાહેરાત

Advertisement

આ ભારત માટે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો મેડલ છે. અગાઉ મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શેઉલી વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. જ્યારે મહિલા લોન બોલ ટીમ તથા પુરૂષ ટેબરલ ટેનિસ ટીમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 

ભારત માટે આ કુલ 20મો મેડલ બની રહ્યો છે. જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર તથા 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે. 

27 વર્ષીય સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર બાદ નાઈજિરીયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ 133.6 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે 130.0 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ Monkeypox case detected in gujarat: ગુજરાતમાં મંકીપોક્સની એન્ટ્રી, આ શહેરમાં નોંધાયો પહેલો કેસ- આરોગ્ય તંત્ર થયુ એલર્ટ

Gujarati banner 01