National Hasya kavi sammelan: અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન
National Hasya kavi sammelan: આ સંમેલનમાં દેશના જાણીતા હાસ્ય કવિઓ ભાગ લેશે
અમદાવાદ, 22 એપ્રિલઃ National Hasya kavi sammelan: રાષ્ટ્રીય એકતા સમિતિ, પરપ્રાંતીય સંગઠન-ગુજરાત અને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા રવિવારે અમદાવાદમાં ભવ્ય રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં દેશના જાણીતા હાસ્ય કવિઓ ભાગ લેશે.
રાષ્ટ્રીય એકતા સમિતિના પ્રમુખ મહેન્દ્ર યાદવે જણાવ્યું કે અમદાવાદના બાપુનગર ચંદ્રપ્રસાદ દેસાઈ હોલ ખાતે સાંજે 7.30 વાગ્યાથી હસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
દિનેશ બાવરા (સ્ટેજ ડિરેક્ટર – મુંબઈ), પંડિત અનિલ ચૌબે (કોમેડી, વારાણસી), અખિલેશ દ્વિવેદી (કોમેડી, પ્રયાગરાજ), રામ ભદાવર (વીર રાસ, ઈટાવા), ડૉ. અંજના કુમાર (ગઝલ, કાનપુર), હરિ બહાદુર હર્ષ (વીર) રાસ, પ્રતાપગઢ) અને સોનલ જૈન (શ્રૃંગાર, સુરત) ગીત-ગઝલો રજૂ કરશે.
મહેન્દ્ર યાદવે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમ દ્વારા અમદાવાદમાં સ્થાયી થયેલા અન્ય પ્રાંતના લોકોને એક કરવાનો પ્રયાસ છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો