Surat Swachhta Abhiyan

Surat Swachhta Abhiyan: ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી બન્યા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા

Surat Swachhta Abhiyan: શહેરના પાર્લેપોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થતા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા

સુરત, 22 એપ્રિલઃ Surat Swachhta Abhiyan: રાજ્યવ્યાપી કાર્યક્રમ ‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તાર સ્થિત અંબાજી માતાના મંદિર અંબિકાનિકેતન ખાતે સાંસદ સી.આર.પાટીલ અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઇએ માં અંબાનાં આશીર્વાદ સાથે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનમાં સમગ્ર દેશવાસીઓને જોડવાની મુહિમને પગલે દ્વારકા, પાવાગઢ, સોમનાથ, ગિરનાર સહિત રાજ્યના ૨૬ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ રાખવાના હેતુસર ‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરાઈ છે. અખાત્રીજના પાવન દિવસે શરૂ કરાયેલી સ્વચ્છતા ઝુંબેશને નિરંતર આગળ ધપાવવા માટે દર મહિને સફાઈ કાર્યક્રમ યોજવામાં આવશે.

આ પ્રસંગે મેયર હેમાલીબેન બોધાવાલા, મ.ન.પા કમિશનર શાલિની અગ્રવાલ, ડે.મેયર દિનેશભાઈ જોધાણી, અગ્રણી નિરંજનભાઈ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ, ધારાસભ્યઓ અરવિંદ રાણા અને પૂર્ણેશ ભાઈ મોદી સહિત ધારાસભ્યઓ તેમજ કોર્પોરેટરઓ અને મહાનગર પાલિકાના સફાઈકર્મચારીઓ ઉપસ્થિત હતા.

આ પણ વાંચો… National Hasya kavi sammelan: અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય હાસ્ય કવિ સંમેલનનું આયોજન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો