New Guidelines for Borewell: બોરવેલ/ટ્યૂબવેલમાં ફસાઈ જતા બાળકોના બનાવોને અટકાવવા માટે માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા અનુરોધ
New Guidelines for Borewell: અકસ્માતો નિવારવા ખંડીયેર થયેલા બોર, કુવા તથા પાતાળ કુવા માટે જરૂરી તકેદારી અને જરૂરી પગલાઓ લેવા અતિ આવશ્યક
સુરત, 05 માર્ચ: New Guidelines for Borewell: બોર, કુવા તથા પાતાળ કુવા અથવા ખંડીયેર થયેલા કુવાઓમાં કે જેમાં બાળકો પડી જવાના કે ફસાઈ જવાના બનાવોને ધ્યાને લઈ નામ.સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબની અકસ્માતોના નિવારવા માટે જરૂરી તકેદારી અને પગલા અંગેની માર્ગદર્શિકા સાથેનો કાયદો અમલમાં છે. જેને ધ્યાને સુરત જિલ્લામાં તમામ સ્થળોએ જરૂરી તકેદારીના પગલાઓ લેવા અંગે નિવાસી અધિક કલેકટર દ્વારા જિલ્લાના સંબધિત અધિકારીઓને જણાવાયું છે.
સુરત જિલ્લાના વિસ્તારમાં આવતાં બંધ પડેલ ટ્યુબવેલ/બોરવેલના કિસ્સાઓ સાથે એગ્રીકલ્ચર કનેક્શન આપવાના થતાં હોય નવા બોરવેલ/ટ્યુબવેલના કિસ્સાઓ પૈકી ખુલ્લા બોરવેલ/ટ્યુબવેલના કિસ્સાઓ માટે પણ બાળકોના પડી જવાના કારણે થતાં અકસ્માતો નિવારવા માટે સબંધિત વીજ કંપનીના સંકલનમાં જરૂરી તકેદારીઓ અને પગલાંઓ સત્વરે લેવા નિવાસી અધિક કલેકટર દ્વારા જણાવાયું છે. ભવિષ્યમાં આવા કિસ્સાઓને બનતા અટકાવવા માટે પગલા લેવા માટે ખાસ માર્ગદર્શિકા અમલમાં છે.
બોર/ટયુવેલમાં ફસાઈ જતા બાળકોના બનાવોને અટકાવવા માટે માર્ગદર્શિકા અમલમાં છે.
(૧) બાંધકામ શરૂ કરતાં પહેલાઃ-
જમીન/પ્રિમાઈસીસના માલિકે, બોરકુવા/પાતાળ કુવાનું બાંધકામ કાર્ય શરૂ કરતાં પહેલાં ઓછામાં ઓછા ૩૦ દિવસ અગાઉં લેખિતમાં જે તે વિસ્તારના સંબંધિત અધિકારીને, દા.ત.ગ્રામ વિસ્તારોના કિસ્સામાં ગ્રામ પંચાયત તથા સંબંધિત તાલુકા પંચાયતને અને શહેરી વિસ્તારોના કિસ્સામાં મહાનગરપાલિકા/નગરપાલિકાને, જે લાગુ પડતું હોય તેને બોરકુવા/પાતાળ કુવાના બાંધકામ વિષે અચૂક જાણ કરવાની રહેશે.
સરકારી/અર્ધસરકારી/ખાનગી રાહિત ગુજરાત રાજયમાં કામ કરતી અથવા અન્ય રાજયોમાંથી આવતી બધીજ શારકામ એજન્સીઓની ફરજિયાત નોંધણી માટેની પધ્ધતિ ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ. સાથે મુકરર કરવી જરૂરી છે. શારકામ એજન્સીઓ દ્વારા ભરવા માટેનું નમૂનારૂપ નોંધણી ફોર્મ પરિશિષ્ટ-૧માં તૈયાર કરીને આપવામાં આવ્યું છે. ગુજરાત વોટર રીસોર્સીસ ડેવપમેન્ટ કોર્પોરેશન લી. (GWRDC)ને રાજયમાં ચાર ક્ષેત્રીય કચેરીઓ પણ છે.ચોકસ જિલ્લાઓનો સમાવેશ કરતી GWRDCની દરેક કચેરીનાં કાર્યક્ષેત્રની માહિતી તેઓને સમયસર પરિપત્રિત કરવામાં આવશે.
જમીન/પ્રિમાઈસીસના માલિક તથા શારકામ એજન્સીની જવાબદારી માટેનું સ્પષ્ટ સીમાંકન કરવું અત્યંત જરૂરી છે. શારકામ એજન્સી જે તારીખથી બાંધકામ શરૂ કરે તે તારીખથી જે તારીખે કાર્યે પૂર્ણ કરે તે તારીખ સુધીમાં કોઈપણ અનિચ્છનીય ઘટના માટે તથા જમીન/પ્રિમાઈસીસ માલિકને કાર્ય પૂર્ણ થયા બાબતનું પ્રમાણપત્ર આપે તે તારીખ સુધીના સમય સુધી સંપૂર્ણરીતે જવાબદાર રહેશે. જમીન/પ્રિમાઈસીસના માલિક શારકામ એજન્સી પાસેથી પૂર્ણ થયા બાબતનું પ્રમાણપત્ર મેળવે તે તારીખથી કોઈપણ અનિચ્છનીય ઘટના માટે જવાબદાર રહેશે.
(૨) બાંધકામ/સમારકામ દરમિયાન
બોર/પાતાળ કુવા પાસે બાંધકામના સમયે નિયત કરેલ વિગતો દર્શાવતું સાઈનબોર્ડ મુકવાનું રહેશે. બાંધકામ/પુનઃસ્થાપન સમયે શારકામ એજન્સીનું પૂરું સરનામું, કુવાની ઉપભોકતા એજન્સી/માલિકનું પૂરું સરનામું, બાંધકામ દરમિયાન કુવાની આસપાસ આંકડીયાળા તારની વાડ અથવા કોઈપણ અન્ય યોગ્ય આડશ બાંધવી.કુવાના ઢાંકણની આસપાસ ૦.૫૦X૦.૫૦X૦.૬૦ મીટર (જમીન સ્તરથી ઉપર ૦.૩૦ મીટર તથા જમીન સ્તરથી નીચે ૦.૩૦ મીટર)ના માપનું સીમેન્ટ/કોન્ક્રીટ પ્લેટ ફોર્મનું બાંધકામ. બોલ્ટ અને નટ સહિત આવરણ પાઈપ પર ફીકસ કરવામાં આવનાર મજબૂત છત્ર કરીને અથવા સ્ટીલ પ્લેટનું વેલ્ડીંગ કરીને કુવાનું ઢાંકણ બનાવવું.પમ્પના સમારકામના કિસ્સામાં, પાતાળ કુવાને ખુલ્લો (ઢાંકણ વિનાનો) રાખવો નહીં.
(૩) બાંધકામ પૂર્ણ થયા પછી
બાંધકામ પુર્ણ થયા પછી શારકામ એજન્સીએ જમીનના ખાડા તથા ચેનલો પૂરવાની રહેશે. ચોકકસ સ્થળે શારકામ પૂર્ણ થયેથી અને શારકામ શરૂ થતાં પહેલાં જમીનની જેવી સ્થિતિ હતી તે પ્રમાણેની સ્થિતિ કરવાની રહેશે. બાંધકામ પૂર્ણ થયા પછી, નીચેની વિગતો સહિત જમીન/પ્રિમાઈસીસના માલિકને શારકામ એજન્સીએ પૂર્ણતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.બાંધકામ શરૂ કર્યાની તથા પૂર્ણ કર્યાની તારીખ.બોર/પાતાળ કુવામાં વપરાયેલ સામગ્રી (દા.ત.પ્લાસ્ટીક/સ્ટીલનું આવરણ/કોઈપણ અન્ય) ચોકકસ ઊંડાઈ સુધી બોર/પાતાળ કુવાનો વ્યાસ.વધુ ઊંડાઈએ બોર/પાતાળ કુવાનો વ્યાસ, બોર/પાતાળ કુવાનું જળ સ્તર, શારકામ એજન્સીએ પૂર્ણતા પ્રમાણપત્રની નકલ સહિત સંબંધિત એજન્સીને લેખિતમાં (ગ્રામ વિસ્તારોના કિસ્સામાં ગ્રામ પંચાયતને તથા સંબંધિત તાલુકા પંચાયતને તથા શહેરી વિસ્તારોના કિસ્સામાં મહાનગરપાલિકા/નગરપાલિકાને) કામ પૂર્ણ કર્યા વિષેની જાણ કરવાની રહેશે. તદ્દઉપરાંત સંબંધિત એજન્સીની ચકાસણી ટૂકડી/વ્યવસ્થાપક કામની ચકાસણી કરીને તેનો છેલ્લો અહેવાલ તૈયાર કરશે અને જિલ્લા કલેકટર કચેરીને તેની જાણ કરવાની રહેશે.
(૪) જૂના તથા ખંડીયેર અવાવરૂ કુવાઓ માટે લેવાના પગલાંઓ:
જો વિવિધ કારણોસર બોર/પાતાળ કુવા અવાવરૂ થઈ ગયા હોય તો, આવા કુવાઓને તળિયેથી જમીનના સ્તર સુધી માટી/રતી/પથ્થરો/કાંકરા/શારકામના ટૂકડા વગેરેથી પૂરવાના રહેશે. જો કોઈપણ કક્ષાએ, બોર/પાતાળ કુવો અવાવરૂ થયો હોય તો, સંબંધિત એજન્સી (ગ્રામ વિસ્તારોના કિસ્સામાં સંબંધિત તાલુકા પંચાયત તથા શહેરી વિસ્તારોના કિસ્સામાં મહાનગરપાલિકા/નગરપાલિકા) પાસેથી શારકામ એજન્સીએ એવી મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે કે તે અવવારૂ બોર/પાતાળ કુવો જમીનના સ્તર સુધી યોગ્ય રીતે પુરવામાં આવ્યો. છે.
શારકામ એજન્સીએ જમીન / પ્રિમાઈસીસના માલિકને પ્રમાણપત્રની નકલ પણ આપવાની રહેશે. શારકામ એજન્સી પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા બાદ, જમીન/પ્રિમાઈસીસના માલિકે તે મુજબની, જિલ્લા કલેકટર કચેરીને જાણ કરવાની રહેશે. અવાવરૂ કુવાઓનું સંબંધિત એજન્સી/વિભાગના વ્યવસ્થાપક દ્વારા અવારનવાર આકસ્મિક નિરીક્ષણ પણ કરવાનું રહેશે. પંચાયતો તથા નગરપાલિકા વિસ્તારોની સંકલીત વિગતોની માહિતી જિલ્લા કલેકટરની કચેરીમાં નિભાવવાની રહેશે.
(૫) હાલના અવાવરું કુવાઓની માહિતી તથા તેમને પુરવા માટેના પગલાં:
હાલના કુવાઓની જિલ્લા/તાલુકા/ગ્રામવાર માહિતી કે જે ખંડીયેર અને અવાવરૂ થઈ ગયા હોય, તેને તૈયાર કરવાની રહેશે. ગ્રામીણ વિસ્તારો માટે, ગ્રામ પંચાયત તથા સંબંધિત તાલુકા પંચાયતે તથા શહેરી વિસ્તારો માટે મહાનગરપાલિકા/નગરપાલિકાએ, જે લાગુ પડતું હોય તે રીતે, શહેરી ગૃહનિર્માણ તથા શહેરી વિકાસ વિભાગ દ્વારા મોજણી કરવાની રહેશે. ગ્રામીણ તથા શહેરી વિસ્તારો એમ બંને માટેની પ્રવર્તમાન ખંડીયેર-અવાવરૂ કુવાઓની વિગતો જિલ્લા કલેકટરશ્રીને મોકલવાની રહેશે કે જે આ વિગતોને વિગતવાર અને પધ્ધતિસર ગોઠવશે. ખાનગી/જાહેર લિમિટેડ કંપનીઓ દ્વારા બિનઉપયોગી કરાયેલા જુના અવાવરૂ કુવાઓ માટે પણ (દા.ત. ONGC, IOC વગેરે) ઉપ૨ મુજબ સૂચવવામાં આવેલા વિવિધ સાધનો/પગલાંઓ મારફતે કુવાઓ પુરવાનો ખર્ચ તેમણે પોતેજ ભોગવવાનો રહેશે.
બાકીના બધાજ અન્ય કિસ્સાઓમાં (દા.ત. ખેડૂતની જમીન કે એવી જમીન કે જયાં તેની માલિકી સ્પષ્ટ ન હોય અથવાતો સરકારી જમીન) બોરના ખોદકામ માટે જેણે મંજુરી માગેલ હશે તેણે ખર્ચ ભોગવવાનો રહેશે. જો આમ કરવામાં અરજદાર નિષ્ફળ જશે. તો આ ઠરાવના ફકરા ક્રમાંક- ૯ મુજબ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(૬) બોર/પાતાળ કુવાઓની વિગતોની નિભાવણી:
શારકામ કરાયેલ બોર/પાતાળ કુવાઓની જિલ્લા/તાલુકા/ગ્રામવાર પરિસ્થિતિ દા.ત. ઉપયોગમાં લેવાતા કુવાઓની સંખ્યા, ખુલ્લા માલુમ પડેલા અવાવરૂ બોર/પાતાળ કુવાઓની સંખ્યા, જમીનના સ્તર સુધી યોગ્ય રીતે પૂરવામાં આવેલા આવા અવાવરૂ બોર/પાતાળ કુવાઓની સંખ્યા તથા જમીનના સ્તર સુધી પૂરવામાં આવનાર આવા બાકી રહેલા અવાવરૂ બોર/પાતાળ કુવાઓની સંખ્યાની વિગતોની નિભાવણી જિલ્લા કલેકટરશ્રીની કચેરીમાં કરવાની રહેશે. ગ્રામીણ વિસ્તારોમાં, ઉપરોક્ત આવા કુવાઓનું રાંચાલન સંબંધિત તાલુકા પંચાયતના ઈજનેર દ્વારા કરવાનું રહેશે. શહેરી વિસ્તારોમાં, ઉપરોકત આવા કુવાઓનું સંચાલન સંબંધિત મહાનગરપાલિકા/ નગરપાલિકાના જુનિયર ઈજનેર તથા કાર્યપાલક મારફતે કરવાનું રહેશે. છેલ્લા તબકકાની સુધારવામાં આવેલ માહિતી રાંકલન માટે જિલ્લા કલેકટરની કચેરીને તથા જાણ માટે રાજય સરકારશ્રીને સમયાંતરે મોકલવાની રહેશે.
(૭) સરકારી/અર્ધ-સરકારી સંસ્થાઓ/નિગમોના કિસ્સાઓમાં માર્ગદર્શિકાનું અમલીકરણ: સરકારી/અર્ધ-સરકારી સંસ્થાઓ/નિગમોના કિસ્સાઓમાં કે જયાં બોર/પાતાળ કુવાઓનું બાંધકામ કરવામાં આવનાર છે/પૂરવામાં આવનાર છે તેમાં જે તે એકમના મેનેજીંગ ડાયરેકટર/મુખ્ય કાર્યપાલક અધિકારીએ એ બાબતની અચુક ખાતરી કરવાની રહેશે કે આ માટેના અમલીકરણની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તથા વખતોવખત સંબંધિત વિભાગોને/એજન્સીઓને નિયમિતરીતે માહિતીની વિગતો મોકલવામાં આવી છે કે કેમ? ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ/અન્ય સરકારી/અર્ધ-સરકારી સંસ્થાઓ/નિગમો દ્વારા સંચાલિત બોર/પાતાળ કુવાઓની વિગતો જિલ્લા કક્ષાએ ફરજિયાતપણે નિભાવવાની રહેશે.
ઉપરોકત સંસ્થાઓ દ્વારા સંચાલિત બોર/પાતાળ કુવાઓની નોંધણી સંબંધિત મહેસૂલી અહેવાલમાં પણ કરવાની રહેશે. કોઈપણ વિભાગ/એજન્સી/રાજય સરકારના નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પ્રોજેકટોના કિસ્સામાં ટેન્ડર દસ્તાવેજમાં એવી કલમનો સમાવેશ કરવાનો રહેશે કે સંબંધિત શારકામ એજન્સીએ એ બાબતની ખાતરી કરવાની રહેશે કે બાંધકામ દરમિયાન તથા ઉપયોગમાં ન હોય ત્યારે તે બોર/પાતાળ કુવો યોગ્ય રીતે ઢાંકવામાં આવ્યો છે કે કેમ? આ માર્ગદર્શિકા રીચાર્જ કુવાઓ/ખાડાઓ/ઊડી પાઈપલાઈનોને પણ લાગુ પડશે.
ઉપરોકત માર્ગદર્શિકાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
