Swatantrya Veer Savarkar

Swatantrya Veer Savarkar Trailer: ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ની ભૂમિકામાં જોવા મળ્યો રણદીપ હુડ્ડા, ટ્રેલર જોઈને દેશભક્તિ જાગી જશે- જુઓ વીડિયો

Swatantrya Veer Savarkar Trailer: રણદીપ હુડ્ડાની સાથે અંકિતા લોખંડે પણ જોવા મળશે મહત્વની ભૂમિકામાં

બોલિવુડ ડેસ્ક, 05 માર્ચઃ Swatantrya Veer Savarkar Trailer: ફેન્સ લાંબા સમયથી રાહ જોતા હતા જેનો આજે અંત આવ્યો છે. ફિલ્મનું દમદાર ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં રણદીપનો લૂક ફેન્સને ખુબ જ શાનદાર લાગે છે. ફિલ્મમાં રણદીપ વીર સાવરકરની ભૂમિકામાં જોવા મળશે. જેના અનેક પોસ્ટર્સ અભિનેતાએ અત્યાર સુધીમાં પોતાના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ હેન્ડલ પર શેર કરેલા છે. 

રણદીપ હુડ્ડાએ ફિલ્મનું ટ્રેલર બહાર પાડતા તેની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી. ફિલ્મ 22 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલરની શરૂઆત જેલમાં બંધ એક વ્યક્તિથી થાય છે. તેની સાથે નરેશનની પણ શરૂઆત થાય છે. એક અવાજ સંભળાય છે જે કહે છે કે આ એ કહાની નથી. આ સાથે જ કેટલાક અંગ્રેજ પાત્રો જોવા મળે છે. જે તે વ્યક્તિને ખતરનાક ગણાવી રહ્યા છે અને આ વ્યક્તિ બીજી કોઈ નહીં પરંતુ વીર સાવરકર છે. ઉલ્લેખનીય છે કે, રણદીપ હુડ્ડા એટલે કે વીર સાવરકરની પત્નીની ભૂમિકા અંકિતા લોખંડેએ ભજવી છે.

આ પણ વાંચોઃ Tata Demerger: ટાટા ગ્રુપે પોતાની કંપની વિશે કરી મોટી જાહેરાત, આ બે વિભાગમાં વહેચાશે કંપનીઓ, શેરધારકોનો રહેશે હિસ્સો- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો