Cold winds in Gujarat

Gujarat Weather Forecast: હજી વાતાવરણ ઠંડી અને વરસાદનો માહોલ, જાણો કેવુ રહેશે ગુજરાતનું હવામાન

Gujarat Weather Forecast: હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 5 માર્ચથી પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની શક્યતા છે. 

અમદાવાદ, 05 માર્ચઃ Gujarat Weather Forecast: આજથી આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. દિલ્હી, નોઈડા અને એનસીઆરના વિસ્તારોમાં આજે વાદળા છવાયેલા રહેશે અને ઝરમર વરસાદ પડી શકે છે. આઈએમડી તરફથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું પણ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 5 માર્ચથી પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની શક્યતા છે. 

ગુજરાતના હવામાનની વાત કરીએ તો 24 કલાકમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. નલિયામાં સૌથી વધુ 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનનો ના કારણે તાપમાન ગગડ્યું છે. ગાંધીનગર 12.4 , ડીસા 11.4, ભુજ 13.2, કંડલા 12.8, રાજકોટ 10.4, અમરેલી 13.0, પોરબંદર 10.6, સુરેન્દ્રનગર 14.0, કેશોદ 10.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.