PM Modi in Ahmedabad: અમદાવાદની મુલાકાતે આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નું કરશે ઉદઘાટન…
PM Modi in Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા
અમદાવાદ, 14 ડિસેમ્બર: PM Modi in Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
વડાપ્રધાનના અમદાવાદ ખાતે આગમન વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, પ્રોટોકોલ રાજ્યમંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટભાઇએ સ્વાગત કર્યુ હતું.
મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ વડાપ્રધાનનો ભાવ સભર આવકાર કર્યો હતો.



