Gujarat assembly

Point of order in the question paper: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પોઇન્ટ ઓફ ઓર્ડર નહીં ઉપસ્થિત કરવા માટે કડક સૂચના અપાઈ

Point of order in the question paper: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પોઇન્ટ ઓફ ઓર્ડર નહીં ઉપસ્થિત કરવા તેમજ લાંબા લાંબા પ્રશ્નો અને તેના ઉત્તર નહીં આપવાની કડક સૂચના અધ્યક્ષે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને આપી

અમદાવાદ, ૨૧ માર્ચ: Point of order in the question paper: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પોઇન્ટ ઓફ ઓર્ડર નહીં ઉપસ્થિત કરવા (Point of order in the question paper) તેમજ લાંબા લાંબા પ્રશ્નો અને તેના ઉત્તર નહીં આપવાની કડક સૂચના અધ્યક્ષે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને આપી છે. તેમણે ગૃહનો સમય વેડફાય નહીં અને પ્રજાને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા થાય તે હેતુથી અગત્યની જાહેરાત કરતાં કેટલાક નિયમો અંગે ગૃહમાં જણાવ્યું હતું કે હવેથી પ્રશ્નોત્તરી દરમ્યાન પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત થઈ શકશે નહીં.

જયારે સભ્યએ પૂરક પ્રશ્ન (Point of order in the question paper) પુછતાં સમયે લાંબી ભૂમિકા નહિ બાંધવા પણ સૂચના આપી છે. તે ઉપરાંત સભ્ય ઈચ્છે તેવો ઉત્તર વિભગના મંત્રી આપશે નહીં. જોકે પેટા પ્રશ્નમાં નવી નોટિસ આપવા જણાવી શકશે. પરંતુ ઉત્તર આપવા મંત્રી નહીં બંધાય સાથે સાથે કોઈપણ સબ જ્યુડિશિયલ બાબતે પૂરક પ્રશ્નો નહીં પૂછવા સહિતના નિયમોને પાળવા માટેની કડક સૂચના વિધાનસભા અધ્યક્ષે કરી હતી.

ગુરુવારે રાજ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનો ખર્ચ ઉપરાંત વડનગરના તાનારીરી ઉત્સવ બાબતે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં આખો ઇતિહાસ વર્ણવતા કોંગ્રેસના સભ્યો અકળાયા હતાં. અને લાંબા જવાબનો વિરોધ કર્યો હતો. પરિણામે બંને પક્ષે ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું.

આ પણ વાંચો: CRPF jawan fired firing on his wife: સીઆરપીએફ ના જવાને પોતાની પત્ની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાવ્યું

Point of order in the question paper: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આજે તાનારીરી પરફોર્મિંગ આર્ટસ ઉપસ્થિત પ્રશ્નનો ઉત્તર આપતા રમતગમત મંત્રી હર્ષ સંઘવી એ વડનગર ની ઐતિહાસિક બાબતોનો લાંબો ચિતાર રજૂ કરતાં કોંગ્રેસના સભ્યો એ વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અધ્યક્ષને કહ્યું હતું કે સરકારના મંત્રી હર્ષ સંઘવી ટૂંકા ઉત્તર આપવાના બદલે લાંબી લાંબી વાર્તા કરે છે. પરિણામે અધ્યક્ષે હર્ષ સંઘવીને ટૂંકમાં ઉત્તર આપવાની ટકોર કરી હતી.

ગુરુવારે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કોઈ મુદ્દે પોઇન્ટ ઓફ ઓર્ડર માંગ્યો હતો. જેને અધ્યક્ષે ગ્રાહ્ય રાખ્યો ન હતો તો સામે બેઠેલા ભાજપના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ જગ્યા ઉપર ઉભા રહી પોઇન્ટ ઓફ ઓર્ડર માંગતા અધ્યક્ષે બંનેને બેસાડી દીધા હતાં.

Point of order in the question paper: જોકે ભાજપના ધારાસભ્ય પિયુષ દેસાઈની પોઇન્ટ ઓફ ઓર્ડર માંગવાની માંગણી પદ્ધતિથી બંને પક્ષમાં રમુજી વાતાવરણ સર્જાયું હતું. જોકે પિયુષ દેસાઈને પોઇન્ટ ઓફ ઓર્ડર માંગવા તેમની આસપાસ બેઠેલા ભાજપના ધારાસભ્યો પ્રેરિત કરતાં પિયુષ દેસાઈએ અધ્યક્ષ પાસે પરવાનગી માંગી હતી. પરિણામે ભારે હાસ્ય વચ્ચે અધ્યક્ષે પિયુષ ભાઈને પણ બેસી જવાની ટકોર કરતાં ગૃહમાં શાંતિ છવાઈ હતી.

Gujarati banner 01