pistol murder

CRPF jawan fired firing on his wife: સીઆરપીએફ ના જવાને પોતાની પત્ની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાવ્યું

CRPF jawan fired firing on his wife: સીઆરપીએફ જવાનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટરોએ બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ

અમદાવાદ, ૨૧ માર્ચ: CRPF jawan fired firing on his wife: સીઆરપીએફ જવાન દ્વારા પોતાની પત્ની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાવાનો મામલો સામે આવ્યો છે. સલાબતપુરા પોલીસે જણાવ્યા અનુસાર, શનિવારે 12મી તારીખે માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં સીઆરપીએફ જવાનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટરોએ બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ (CRPF jawan fired firing on his wife) કર્યુ હતું.

મહિલા દવાખાનાથી ઘરે આવતી હતી તે અરસામાં શૂટર રવિન્દ્રે આર્મી જવાનની પત્ની પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે નરેન્દ્ર બાઇક ચલાવતો હતો. મહિલાનો પતિ જોડે છૂટાછેડા બાબતે ઝઘડો ચાલે છે અને તે અદાવતમાં પતિએ ફાયરિંગ કરાવ્યું હતું. 15 દિવસ પહેલા પાંડેસરા ચીકુવાડી પાસે પણ મહિલા પર આ બંને શૂટરોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.

આ પણ વાંચો: 10 cases of Patidar movement withdrawn: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પાટીદાર આંદોલન સમયના 10 કેસ પાછા ખેંચાયા

આરોપી રવિન્દ્ર સીઆરપીએફ જવાનનો મિત્ર છે અને તે જવાનની પત્નીની હત્યા કરવા મહારાષ્ટ્રથી બેવાર સુરત આવ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનારા બંનેની ધરપકડ કર્યા બાદ સલાબતપુરા પીઆઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શનમાં નંદા મોરેના પતિ વિનોદ મોરેની મહારાષ્ટ્ર નાંદેડથી ધરપકડ કરી છે. વિનોદ નાંદેડમાં ફરજ બજાવે છે. તે પત્નીથી ડિવોર્સ ઇચ્છતો હતો. પરંતુ તે ડિવોર્સ આપતી ન હતી. નંદાએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે વિનોદ મોરેએ તેની પત્ની નંદા સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. પત્ની છૂટાછેડા આપતી ન હતી. સાથેસાથે ડિંડોલીનું મકાન પણ બારોબાર વેચી નાખ્યું હતું. જેથી કંટાળીને વિનોદે તેના જ ગામમાં રહેતા રવિને સોપારી આપી હતી. આ સાથે પિસ્તોલ અને છ રાઉન્ડ કાર્ટિઝ પણ લાવી આપી હતી.

શૂટર્સની કબૂલાત આધારે સલાબતપુરા પોલીસે આરમી જવાનની ધકપકડ કરી હતી. પોલીસે મુખ્ય સુત્રધાર વિનોદના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વિનોદે બંને શૂટર્સને સોપારીના નાણા ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા.

Gujarati banner 01