dholavira site

Morari Bapu visited Dholavira: મોરારી બાપુએ વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરાની લીધી મુલાકાત

Morari Bapu visited Dholavira: ધોળાવીરા (કચ્છ): મોરારી બાપુએ રવિવારે વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરાની પણ મુલાકાત લીધી

ભુજ, 21 માર્ચ: Morari Bapu visited Dholavira: ખડીરના ધોળાવીરા પાસે આવેલા ભંજડાદાદાના પ્રાંગણમાં હાલ પ્રખર રામાયણી મોરારી બાપુના વ્યાસસ્થાનેથી રામકથા ચાલી રહી છે. તેવામાં મોરારી બાપુએ રવિવારે વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી. અને આ પુરાતન સ્થળને અતિભવ્ય અને દિવ્ય લેખાવ્યું હતું.

બાપુએ ધોળાવીરા સ્થિત વિઝીટ બુકમાં લખ્યુ કે,‘ (Morari Bapu visited Dholavira) અતિભવ્ય અને દિવ્ય ધરોહરના દર્શન કરીને એક તીર્થયાત્રા કરી હોય તેવી અનુભૂતિ થઇ’. બાપુની વય હાલ 75 વર્ષ પહોંચી હોવાથી ધોળાવીરાની ઊંચાઇ ધરાવતા સ્થળોએ તેઅ જઇ શક્યા ન હતાં. પરંતુ ધોળાવીરાની વિશ્વ વિખ્યાત પુરાતન જળ વ્યવસ્થાપન અને મ્યુઝિયમનું ભરપૂર નિરીક્ષણ કર્યું હતું.

Morari bapu

આ પણ વાંચો..Point of order in the question paper: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પોઇન્ટ ઓફ ઓર્ડર નહીં ઉપસ્થિત કરવા માટે કડક સૂચના અપાઈ

સ્થાનિક ગાઇડ પાસે મ્યુઝિયમમાં જઇને માહિતી મેળવી હતી. બાપુએ વિઝીટ બુકમાં લખાણ લખતા તે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાપુએ સ્થાનિકે જણાવ્યું હતું કે રણની વચાળે પુરાતન કાળમાં માનવ સંસ્કૃતિ જ્યારે પ્રગતિના પંથે હતી. ત્યારે અહીં સાંપ્રત સમયમાં રહેતા માનવોને કેન્દ્રમાં રાખી ખૂટતી કડીઓ પૂરી કરવી પણ અત્યંત જરૂરી બની જાય છે.

Gujarati banner 01