Rabari Samaj Meeting: રબારી સમાજ દ્વારા કુરિવાજ અંગે મીટિંગ યોજાઈ
Rabari Samaj Meeting: રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચ બંધ કરવા અંગે મીટિંગ યોજાઈ

અમદાવાદ, 22 ડિસેમ્બર: Rabari Samaj Meeting: આજ રોજ અમદાવાદ, સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી.
આ પણ વાંચો:- Country’s first solar village: બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ
આ મિટિંગમાં, આવનાર ૨૯ ડિસેમ્બર ના રોજ સોલા ખાતે યોજાનારા બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો અને ચર્ચા યોજાઈ હતી.

મહાસંમેલનના આયોજન અને નવા બંધારણની તૈયારીઓ અંગે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. આ મિટિંગમાં લગભગ ૨૦૦ જેટલા રબારી સમાજના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી, પોતાના કિંમતી સુચનો અને મંતવ્યો રજૂ કર્યા.
આ મંતવ્યોના આધારે, સમાજના ભવિષ્ય માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે.