Raghav Patel: ગુજરાતના કૃષિ મંત્રી રાઘવ પટેલની તબીયત લથડી, જાણો હવે શું છે સ્થિતિ…
Raghav Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટરનો સંપર્ક કરી ખબર પૂછી
અમદાવાદ, 11 ફેબ્રુઆરીઃ Raghav Patel: ગુજરાતના કૃષિ મંત્રી રાઘવ પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, રાઘવ પટેલને બ્રેઈનસ્ટ્રોક આવતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હાલ તેમને આઈસીયુમાં અંડર ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.
મળેલ માહિતી મુજબ, કૃષિ મંત્રી જામનગર જીલ્લાના પસાયા બેરાજામાં ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા. ત્યારે જ તેમને બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટરનો સંપર્ક કરી ખબર પૂછી છે.
આ પણ વાંચો… PM Modi Address in Lok Sabha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17મી લોકસભાની છેલ્લી બેઠકને સંબોધન કર્યું