Trains Route Changed News: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Trains Route Changed News: રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી બે જોડી ટ્રેનો 28 મે સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

રાજકોટ, 11 ફેબ્રુઆરીઃ Trains Route Changed News: અમદાવાદ ડિવિઝનમાં આવેલા અમદાવાદ-પાલનપુર સેક્શનના આંબલિયાસણ સ્ટેશન યાર્ડ ખાતે ડાઉન મેઇન લાઇન પરના બ્રિજ નંબર 1001ના પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ પુનઃનિર્માણ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનો 13 ફેબ્રુઆરીથી લઈને 28 મે સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. વિગતો નીચે મુજબ છે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો:

  1. 13 ફેબ્રુઆરીથી લઈને 28 મે સુધી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા ના બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા થઈને જશે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.
  2. 13 ફેબ્રુઆરીથી લઈને 28 મે સુધી ટ્રેન નં. 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા અને ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ વાયા વિરમગામ-ચાંદલોડિયા-મહેસણા ના બદલે આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિરમગામ-કટોસણ રોડ-મહેસણા થઈને દોડશે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.

આ પણ વાંચો… Raghav Patel: ગુજરાતના કૃષિ મંત્રી રાઘવ પટેલની તબીયત લથડી, જાણો હવે શું છે સ્થિતિ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો