Rain in Ahmedabad: અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

Rain in Ahmedabad: વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી

અમદાવાદ, 19 જુલાઈઃ Rain in Ahmedabad: અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારા બાદ આજે સવારથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને શહેરના લોકોને રાહત મળી છે. શહેરમાં ગઈકાલે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડયો હતો. જેના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સવારે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે.

જોકે સવારના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી.

આ પણ વાંચો… Harsh Sanghavi Meeting: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક તેમજ જિલ્લા સંયોજકની બેઠક યોજાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો