Farali Aloo Patties

Farali Aloo Patties: શ્રાવણના ઉપવાસમાં ખાઓ ફરાળી અને ચટાકેદાર ‘આલુ પેટિસ’, અહીં જાણો તેની રેસિપી….

Farali Aloo Patties: ઉપવાસમાં એક જ બટેટા બનાવીને કંટાળી ગયા હોવ તો ફરાળી બનાવવા માટે બટાકાની પેટીસની આ રેસીપી ટ્રાય કરો

અમદાવાદ, 19 જુલાઈઃ Farali Aloo Patties: આજથી પવિત્ર અધિક માસનો પ્રારંભ થઇ ગયો છે. જોકે, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે. આવી સ્થિતિમાં ભોલે બાબાના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા અને ઉપવાસ કરતા હશે.

ઉપવાસ દરમિયાન, લોકો ભૂખને કારણે અનુભવાતી નબળાઈને ટાળવા અને પોતાને ઊર્જાવાન રાખવા માટે કેટલીક જરૂરી વસ્તુઓનો આહારમાં સમાવેશ કરે છે. જેમાં બટાકાનો સમાવેશ પણ થાય છે. જો તમે ઉપવાસમાં એક જ બટેટા બનાવીને કંટાળી ગયા હોવ તો ફરાળી બનાવવા માટે બટાકાની પેટીસની આ રેસીપી ટ્રાય કરો.

ફરાળી આલુ પેટીસ બનાવવા માટેની સામગ્રી:

  • 1 વાટકી સિંઘાડાનો લોટ
  • 1/2 કિલો બટાકા
  • 1/2 કપ દહીં
  • 1 ઈંચ આદુનો ટુકડો
  • 4 લીલા મરચા
  • 2 ચમચી લીલા ધાણા
  • 1/2 ટીસ્પૂન જીરું પાવડર
  • 1 ચમચી ડ્રાય ફ્રુટ્સ સમારેલા
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

ફરાળી આલુ પેટીસ બનાવવાની રીત:

ફરાળી આલુ પેટીસ બનાવવા માટે સૌ પ્રથમ બાફેલા બટેટાને એક વાસણમાં નાખીને સારી રીતે મેશ કરી લો. આ પછી તેમાં લીલા મરચાં, બારીક સમારેલા લીલા ધાણા, છીણેલા આદુનો ટુકડો નાખીને બરાબર મિક્સ કરો. આ પછી, મિશ્રણમાં જીરું પાવડર અને સિંઘાડાનો લોટ ઉમેરો, મિશ્રણને સારી રીતે મિક્સ કર્યા પછી, તેમાં ડ્રાય ફ્રૂટ્સના ટુકડા અને સ્વાદ અનુસાર રોક મીઠું ઉમેરો.

હવે આ મિશ્રણમાંથી ગોળ આકારના બોલ બનાવો. હવે એક પેનમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો અને તેમાં બટાકાની પેટીસને ડીપ ફ્રાય કરો. પેટીસને ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે તળેલી બટેટાની પેટીસને પ્લેટમાં કાઢી લો. તમે તેને દહીં, લીલી ચટણી અથવા રાયતા સાથે સર્વ કરી શકો છો.

આ પણ વાંચો… Rain in Ahmedabad: અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો