Rain Update in Gujarat: ગુજરાતમાં આજે કેવું રહેશે મોસમનો મિજાજ? જાણો હવામાન વિભાગની આગાહી…
- આગામી 15મી જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થશે: અંબાલાલ પટેલની આગાહી
Rain Update in Gujarat: રાજ્યમાં આજે કચ્છ, સૌરાષ્ટ્ર, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે
અમદાવાદ, 11 જુલાઈઃ Rain Update in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો. જો કે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વચ્ચે રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયો નથી ત્યાં ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.
આ તારીખથી ત્રીજો રાઉન્ડ શરુ થશે
રાજ્યમાં હવામાન વિભાગે આજે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમજ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે કચ્છ, સૌરાષ્ટ્ર, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે ભારે વરસાદની આગાહી નથી.
રાજ્યમાં હજુ વરસાદનો બીજો રાઉન્ડ પુરો થયો નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના ત્રીજા રાઉન્ડની જાહેરાત કરી છે જેમાં આગામી 15મી જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 15મી જુલાઈથી 23મી જુલાઈ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.
કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ થશે: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ત્રીજા રાઉન્ડની આગાહી કરતા જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આ સિવાય બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડશે અને નદીઓમાં પૂર આવશે. આ ઉપરાંત નર્મદા, તાપી, રુપેણ નદીમાં પણ પૂર આવી શકે છે.
આ પણ વાંચો… Chips Manufacturing Scheme of Gujarat: ગુજરાતની ચિપ્સ મેન્યુફેક્ચરિંગ યોજનાને લાગ્યો મોટો ઝટકો, વાંચો વિગતે…
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો