Foxconn Vedanta

Chips Manufacturing Scheme of Gujarat: ગુજરાતની ચિપ્સ મેન્યુફેક્ચરિંગ યોજનાને લાગ્યો મોટો ઝટકો, વાંચો વિગતે…

Chips Manufacturing Scheme of Gujarat: ફોક્સકોન-વેદાંતા કંપનીના છૂટાછેડા, 20 અબજ ડોલરના MoU અધ્ધરતાલે

અમદાવાદ, 11 જુલાઈઃ Chips Manufacturing Scheme of Gujarat: ગુજરાતના ધોલેરામાં દેશનો સૌપ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવાનો હતો. જેમાં ફોક્સકોન-વેદાંતા 20 અબજ ડોલરનું રોકાણ કરવાનું હતું. પરંતુ તેના પહેલા Foxconnએ Vedanta સાથે છેડો ફાડી લીધો છે. અત્રે તમને જણાવીએ કે, ગુજરાતમાં રોકણને લઈ વિધાનસભાની ચૂંટણી અગાઉ જ MoU થયા હતા.

Foxconnએ Vedanta સાથે છેડો ફાડ્યો છે જેને લઈ ચિપ્સ મેન્યુફેક્ચરિંગની યોજનાને પણ મોટો ફટકો પડશે. ઈલેક્ટ્રોનિક્સ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોને ગયા વર્ષે વેદાંત સાથે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યા હતા. જેમાં લગભગ 20 અબજ ડોલરનું રોકાણ થવાનું હતું. સોમવારે કંપનીએ જણાવ્યું કે, ફોક્સકોન તે સેમીકંડક્ટર ક્ષેત્રમાં ફોક્શનનો નામ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ફોક્સકોન અને વેદાંત બંને કંપનીઓ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે.

ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા 1 લાખ 54 હજાર કરોડના મૂડીરોકાણ માટેનો આ એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયો હતા.

જે ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવ્યું હતું પરંતુ હવે એ પીછહઠ થઈ છે. ગુજરાત સરકારે ઘડેલી સેમીકન્ડક્ટર પોલિસીને પરિણામે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ હતી.

આ એમ.યુ.ઓ વેળાએ વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે સેમિકન્ડકટરની અગત્યતા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં સેમિ કન્ડકટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે.

આ માટે છેલ્લાં ઘણા વર્ષોથી અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચે સ્પર્ધા યોજાઈ છે પરંતુ તાઈવાન ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. તાઈવાનના ફોક્સકોન ગ્રુપે ગુજરાત સરકાર સાથે સેમિ કન્ડકટર બનાવવા MOU કર્યાં. જેનો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે લાભ મળશે.

આ પણ વાંચો… Today Health Tips: સવારે ઉઠતા જ ખાલી પેટે પીઓ પાણી, મળશે આ અદ્ભુત ફાયદાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો