Rajkot Railway Republic Day RJT DRM

Rajkot Railway Republic Day: રાજકોટ રેલ્વે ડિવિઝનમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી

Rajkot Railway Republic Day: ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે રાજકોટના રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી.

રાજકોટ, 26 જાન્યુઆરી: Rajkot Railway Republic Day: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે રાજકોટના રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા શાનદાર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ રેલ્વે મેનેજરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી અશ્વની કુમારે તમામ રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી અને વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર નો સંદેશ વાંચી સંભળાવ્યો હતો અને વર્ષ દરમિયાન રાજકોટ ડીવીઝનની અત્યાર સુધીની સિદ્ધિઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

Republic Day Celebration: 75માં પ્રજાસત્તાક દિને કર્તવ્ય પથ પરથી રજુ થયો ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”

આ પ્રસંગે(Rajkot Railway Republic Day) આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાયેલા દેશભક્તિના ગીતો અને નૃત્યોએ સૌના હૃદયમાં રાષ્ટ્રીય એકતાની લાગણી ભરી દીધી હતી. ‘RPF ડોગ સ્કવોડ’ દ્વારા કરવામાં આવેલ પ્રેઝન્ટેશન પણ સૌને મંત્રમુગ્ધ કરી દે છે. કાર્યક્રમ દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા દેશની સુરક્ષા અને સન્માનના નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો, પિસ્તોલ વગેરે દર્શાવવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેના 125 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત નિબંધ, ચિત્ર/પોસ્ટર અને ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. RPF અને GRP ના કુલ 30 કર્મચારીઓ ને વર્ષ દરમિયાન તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ દ્વારા પ્રશસ્તિપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ શુભ અવસરે વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટ ડિવિઝન ના પ્રમુખ રંજના કુમાર અને સંસ્થાના અન્ય સભ્યોએ રાજકોટની રેલવે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળોનું વિતરણ કર્યું હતું. રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) કૌશલ કુમાર ચૌબે, ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવ અને રેલ્વેના વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવારો સાથે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો