Rajya Sabha Election 2023: ગુજરાતમાં આ તારીખે 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે
- ગોવા, ગુજરાત, બંગાળની 10 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે
Rajya Sabha Election 2023: ચૂંટણી લક્ષી પરિણામ પણ 24 જુલાઈના રોજ 5 વાગે જાહેર કરવામાં આવશે
અમદાવાદ, 27 જૂનઃ Rajya Sabha Election 2023: રાજ્યસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. 24 જુલાઈના રોજ રાજ્ય સભાની બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી લક્ષી પરિણામ પણ 24 જુલાઈના રોજ 5 વાગે જાહેર કરવામાં આવશે. ગોવા, ગુજરાત, બંગાળની 10 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે.
કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીને લઈને કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે, 6 જુલાઈના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 13 જુલાઈ રહેશે.
જેમાં ભાજપ આ વખતે કેટલાક ચહેરાઓ બદલી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો છે. કોંગ્રેસની કેટલીક બેઠકો પણ આ વખતે ભાજપના ફાળે પૂરતું સંખ્યાબળ ના હોવાના કારણે જશે. ત્યારે ઓ અત્યારના ચહેરાઓ બદલવામાં આવી શકે છે.
સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 2 ચહેરાઓ બદલાશે. જેથી આ વખતે નવો ચાન્સ ભાજપમાંથી મળવાની શક્યતા છે. સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર જુગલજી ઠાકોર, દિનેશ અનાવાડીયા ડ્રોપ થઈ શકે છે. આ સાથે કેન્દ્રીય મંત્રી જય શંકર પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જેથી વિદેશ પ્રધાનને ફરીથી રાજ્યસભામાંથી ચૂંટણી લડાવવામાં આવશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો