ICC World Cup 2023 Schedule

Team India World Cup Schedule: ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ, જુઓ ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ…

Team India World Cup Schedule: ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના દિવસે મહામુકાબલો રમાશે

ખેલ ડેસ્ક, 27 જૂનઃ Team India World Cup Schedule: ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષનો વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં 10 ટીમોમાં યોજાશે. દરેક ટીમ માટે 9 મેચો સાથે કુલ 45 લીગ મેચો રમાશે. છ મેચો સવારે 10:30 વાગ્યે શરૂ થશે. બાકીની તમામ મેચો બપોરે શરૂ થશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની ઓપનિંગ મેચ રમાશે. તો ફાઈનલ મેચ પણ આ જ મેદાન પર 19 નવેમ્બરે રમાવા જઈ રહી છે.

ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. તો ફાઇનલ મેચ બેંગ્લોરમાં રમાશે. ભારતીય ટીમ નવ સ્થળોએ નવ મેચ રમશે. ભારતની મેચો ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, પુણે, ધર્મશાલા, લખનૌ, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોરમાં રમાશે.

ભારતીય ટીમનું સંપૂર્ણ સમયપત્રકઃ

  • 8 ઓક્ટોબર 2023- ભારત VS ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ
  • 11 ઓક્ટોબર 2023- ભારત VS અફઘાનિસ્તાન, દિલ્હી
  • 15 ઓક્ટોબર 2023- ભારત VS પાકિસ્તાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
  • 19 ઓક્ટોબર 2023- ભારત VS બાંગ્લાદેશ, પુણે
  • 22 ઓક્ટોબર 2023- ભારત VS ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
  • 29 ઓક્ટોબર 2023- ભારત VS ઈંગ્લેન્ડ, લખનૌ
  • 2 નવેમ્બર 2023- ભારત VS ક્વોલિફાયર 2, મુંબઈ
  • 5 નવેમ્બર 2023- ભારત VS દક્ષિણ આફ્રિકા, કોલકાતા
  • 11 નવેમ્બર 2023- ભારત VS ક્વોલિફાયર 1, બેંગ્લોર

આ પણ વાંચો… Rajya Sabha Election 2023: ગુજરાતમાં આ તારીખે 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો