Rape case

Rape cases in Gujarat:2021માં રાજ્યમાં સૌથી વધારે દુષ્કર્મની ઘટનાના સરકારે વિભાનસસભામાં રજૂ કર્યા ચોકાવનારા આંકડા- વાંચો વિગત

Rape cases in Gujarat: વર્ષ 2020માં કચ્છમાં બળાત્કારની 78 ઘટના બની હતી, જેમાં 4 ઘટના સામુહિક બળાત્કારની હતી

અહેવાલ: પ્રીતિ સાહૂ

ગાંધીધામ, 19 માર્ચ: Rape cases in Gujarat: કચ્છમાં જે 88 બનાવો બન્યા છે તેમાં સૌથી વધારે લગ્ન કરવાના ઇરાદે બળાત્કારના 21 બનાવો બન્યા છે. ત્યારબાદ ભોગબનનારને લગ્નની લાલચ આપીને 16, મરજી વિરુદ્ધ 15, મૈત્રી ભાવ કેળવી બળજબરી પૂર્વક 7, બળજબરી પૂર્વક 8, લોભ લાલચ આપી ફોસલાવી 5, બદનામ કરવાના ઇરાદે 6, બદ ઇરાદે 1 બનાવ બન્યો છે. જ્યારે ભુજમાં બનેલા ચાર બનાવમાં ત્રણ મરજી વિરૂધ અને એક લલચાવીને દુષ્કર્મ આચરાયુ હતું.

તાજેતરમાં વિભાનસસભામાં સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે 2021માં રાજ્યમાં સાૈથી વધારે દુષ્કર્મની ઘટના અમદાવાદમાં 420 બન્યા છે. ત્યારબાદ સુરતમાં 275, છોટા ઉદેપુરમાં 106, ત્યારબાદ કચ્છ અને સાબરકાંઠામાં 88 બનાવો બન્યા છે. વર્ષ 2020માં કચ્છમાં બળાત્કારની 78 ઘટના બની હતી. જેમાં 4 ઘટના સામુહિક બળાત્કારની હતી. તેની સામે વર્ષ 2021માં બળાત્કારની ઘટનાઓ વધીને 88 થઇ હતી. જેમાં સામુહિક બળાત્કારના બે બનાવ હતા.

જાણીને આશ્ચર્ય થશે કે કચ્છ દુષ્કર્મની ઘટનાઓમાં રાજ્યમાં ચોથા ક્રમે છે 2021માં જિલ્લામાં દુષ્કર્મની અધધ 88 ઘટનાઓ બની હતી. જ્યારે ભુજ શહેરમાં પણ ચાર ઘટનાઓ નોંધાઇ હતી.

આ પણ વાંચોઃ Fourth wave knock in india: ભારતમાં ચોથી લહેર ક્યારે આવશે? વાંચો આ વિશે શું કહેવું છે નિષ્ણાંતોનું…

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.