ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી

Market yard Rajkot
  • રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી
  • તા.૧ ઓકટોબરથી શરૂ થયેલી નોંધણીની કામગીરીમાં ખેડૂતોનો પ્રતિસાદ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ

રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. ટેકાના ભાવે મગફળીની સરકાર દ્વારા ખરીદીની યોજનાનો રાજકોટ જિલ્લામાં પ્રતિસાદ મળ્યો છે.

  સરકાર દ્વારા પ્રતિ મણ રૂ.૧૦૫૫ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. તા.૧ ઓકટોબરથી ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ૧ ઓકટોબરથી શરૂ થયેલી આ કામગીરીમાં બે દિવસમાં ૨૩૯૬૦ ખેડૂતોએ મગફળી આપવા માટે નોંધણી કરાવી છે.

loading…

 રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ટીલવાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ગામમાં સ્થાનિક લેવલે જ નોંધણી માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. વી.સી. દ્વારા આ કામગીરી કરવામાં આવે  છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકામાં ૨૦૬,કોટડા સાંગાણીમાં ૯૪૬ ગોંડલ ૩૬૧૮, જેતપુર ૨૮૯૧, જસદણ- ૩૨૮૭, જામ કંડોરણા- ૭૫૫૦, ધોરાજી -૯૩૭, પડધરી -૭૩૧, રાજકોટ- ૫૨૮, લોધીકા- ૩૪૬ અને વીંછીયા તાલુકામાં ૨૯૨૦ ખેડૂતોએ નોંધણી કરાવેલ છે.