Narmada Panchayat office

નર્મદા જિલ્લા નો 23 મો સ્થાપના દિન……વિશેષ અહેવાલ

દર વર્ષે કરોડો ની ગ્રાન્ટ ખર્ચાય છે પણ જિલ્લા નો વિકાસ અધૂરો અધૂરો.

ખાસ અહેવાલ: સત્યમ બારોટ. નર્મદા

નર્મદા, ૦૩ ઓક્ટોબર: નર્મદા જિલ્લા નો આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ના રોજ 23 મોં સ્થાપના દિવસ છે. ઉદ્યોગ વેપાર થી ધમધમતા સુરત અને વડોદરા ની વચ્ચે આવેલા ભરૂચ જિલ્લા નો આદિવાસી બહુલ વસ્તી ના પ્રદેશ ને. 2 ઓક્ટોબર 1997 ને ગાંધી જ્યંતી ના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શંકાસિંહ વાઘેલા એ નર્મદા જિલ્લા તરીકે માન્યતા અપાતા અને આ વિસ્તાર માંથી પસાર થતી નર્મદા નદી ના નામથી જિલ્લા નું નર્મદા નામ જાહેર થતા 2 ઓક્ટ 1997 થી એટલે કે 23 વર્ષ થી નર્મદા જિલ્લો ગુજરાત ના નકશા પર છે છતાં પણ જિલ્લા નો વિકાસ અધૂરો છે અને જિલ્લો વિકાસ ઝંખે છે.

જિલ્લા માં દર વર્ષે વિકાસ ના નામે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ આવેછે. ટ્રાઇબલ સબ પ્લાન ની ગ્રાન્ટ આયોજન મંડળ ની ગ્રાન્ટ. એમ પી એમ એલ એ ની ગ્રાન્ટ વિકાસશીલ તાલુકા ની ગ્રાન્ટ ગ્રામવિકાસ ની ગ્રાન્ટ ના નામે જિલ્લા માં કરોડો રૂપિયા દર વર્ષે ઠલવાય છે છતાં હજુ પણ જિલ્લો વિકાસ ઝંખે છે જિલ્લા ની સ્થાપના બાદ પણ જિલ્લો શૈક્ષણિક ક્ષેત્ર. પછાત છે જિલ્લા માં એન્જિનિરીંગ. મેડિકલ કે અન્ય ટેક્નિકેલ. શિક્ષણ નો. અભાવ છે જિલ્લા માં કોઈ સારી હોસ્પિટલ નથી દર્દીઓ ને વડોદરા રીફર કરવા પડે છે રોજગારી ના અભાવે ગ્રામ્ય વિસ્તારો માં રોજી અર્થે લોકો અન્ય જિલ્લા માં હિજરત કરે છે નર્મદા અને કરજણ ડેમ જેવી મોટી સિંચાઈ યોજનાઓ છે પણ કેનાલ. વ્યવસ્થા ના ધાંધિયા હોવા થી ખેડૂતો ના ખેતર સિંચાઈ માટે તરસ્યા છે ત્યારે કોઈ પણ જિલ્લા ની સ્થાપના બાદ 23 વર્ષ વિકાસ માટે પૂરતા છે ત્યારે નર્મદા જિલ્લા નો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે ધ્યાન આપી એકશન પ્લાન બનાવી નર્મદા જિલ્લા ને અન્ય વિકસિત જિલ્લા ની હરોળ માં સ્થાન આપવું જોઈએ

Narmada district Map

જોકે સરકારે નર્મદા ડેમ વિસ્તાર માં દુનિયા ની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સાથે આસપાસ ના વિસ્તાર ને ટુરિઝમ હબ બનાવવા કરોડો રૂપિયા ખર્ચ કર્યો છે. અને તેથી પ્રવાસન ને વેગ મળતા રોજગારી વધશે પણ તેના કારણે 14 ગામો ના આદિવાસીઓ એ. જમીન ગુમાવતા તેમના વિરોધ નો સરકાર સામનો કરી રહી છે ત્યારે. જંગલ જમીનો ના પ્રશ્નો સહીત આદિવાસી ગામો ની અનેક સમસ્યાનો ઉકેલ લાવવો રહ્યો.

અને ખાસ તો શિક્ષણ ગુણવત્તા અને આરોગ્ય સહીત ગામડાઓ માં પ્રાથમિક સુવિધાઓ માં વધારો કરવાની જરૂર છે બાકી 23 વર્ષ બાદ પણ નર્મદા જિલ્લો કહેછે સાવ રે અધૂરું મારુ આયખું —– ———

loading…
Reporter Banner FINAL 1