Sachin water tank case: સુરત; બિન વપરાશી ટાંકીમાંથી સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ અને છૂટા છવાઈ અસ્થિઓ મળી આવ્યા
Sachin water tank case: શહેરના સચિનમાં આવેલ એક બિન વપરાશી ટાંકીમાંથી સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ અને છૂટા છવાઈ અસ્થિઓ મળી આવ્યા
સુરત, 03 જુલાઈ: Sachin water tank case: શહેરના સચિનમાં આવેલ એક બિન વપરાશી ટાંકીમાંથી સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ અને છૂટા છવાઈ અસ્થિઓ મળી આવ્યા છે. આ માનવ અસ્થિઓમાં ઉપરથી હાલમાં ખોપડી નજર આવી છે. હાલમાં આ ટાંકીમાં વરીયાવ જૂથનું પાણી લાવવાની તૈયારીઓ વચ્ચે ટાંકીને સાફ કરવા ઉતરનારા સફાઇ કર્મીને પાણીની સામાન્ય સપાટીમાં માનવ દેહનો કંકાલ દેખાઈ આવતાં તેણે તેની સાથે આવેલાં મહાપાલિકાના કર્મચારી જીતેન પટેલને જાણ કરી હતી. જીતેન પટેલે સચિન પોલીસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.
આ પણ વાંચો..Nupur Sharma support: નેધરલેન્ડના સાંસદે નૂપુર શર્માના સમર્થનમાં શું કહ્યું; જાણો વિગત…
આ સમગ્ર મામલે સફાઈ કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરાંતા ઘટના સ્થળે આર આર દેસાઇ પી આઇની સૂચનાઓથી પી એસ આઈ એસ આઈ દેસાઇ અને પી એસ આઈ હિરેન મચ્છર પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા અને આગળની તપાસ શરૂ કરી છે.
સચિન પોલીસે હાલ માનવ કંકાલને સુરત પી.એમ અને ફોરેન્સિક માટે મોકલવાની તજવીજ કરી છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ કંકાલ કોઈ પુરુષના છે કે સ્ત્રીના. સચિન પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને એ પણ જાણવાની કોશિષ કરી રહી છે કે આ આત્મહત્યા છે કે કોઈના હત્યાનું કારસ્તાન? જે હશે તપાસ માં બહાર આવશે.

