Student lost his eye

Student lost his eye: વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, ગાયનું શિંગડું આંખમાં વાગતા વિદ્યાર્થીની આંખ ફૂટી ગઇ

Student lost his eye: વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના એક વિદ્યાર્થીને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું

વડોદરા, 12 મેઃStudent lost his eye: શહેરમાં રખડતા ઢોરને કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના એક વિદ્યાર્થીને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. એમાં તેની આંખ ફૂટી ગઈ હતી. સ્માર્ટસિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ છે.

માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસના દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યાં છે. એને કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલિટેક્નિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.

આ પણ વાંચોઃ Corona entry into the school: અમદાવાદની આ જાણીતી શાળામાં કોરોનાનો પગપેસારો, વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ

Advertisement

બુધવારે સાંજે તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી 8 વાગ્યાના અરસામાં તે ઘરે આવી રહ્યો હતો. એ સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતાં એનું શિંગડું તેની આંખમાં ખૂંપી ગયું હતું.

હેનીલે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તેમણે લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, જેમાં તેની આંખ ફૂટી ગયું હોવાનું ધ્યાનમાં આવતાં જ પરિવારજનોના હોશ ઊડી ગયા હતા. જુવાનજોધ પુત્રએ આંખ ગુમાવતાં પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ વ્યાપ્યો હતો.

આ પણ વાંચોઃ Plane Catches Fire: અહીં ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં લાગી આગ, જુઓ વીડિયો

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.