tarnetar mela dhaja

Tarnetar Mela Special: તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવની 52 ગજની ધજા બનાવતા યુવાનો વિશે જાણો..

  • 8 થી 10 લોકોની ટીમ દ્વારા સતત 25 થી 27 દિવસની મહેનતથી તૈયાર થાય છે 52 ગજની ધજા
google news png

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર: Tarnetar Mela Special: ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે.

ઋષિપાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત શ્રી દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. વર્ષ 1990થી સતત અત્યાર સુધી 34મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ (તરણેતરની ધજાવાળા) તૈયાર થાય છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિ:શુલ્ક અર્પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો:- Information for Health: સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ ખાધ્ય તેલ, આજે દૂર કરો આ ફૂડ ઓઇલ; વાંચો વિગત

ધજા તૈયાર કરવા અંગેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 8 થી 10 લોકોની ટીમ દ્વારા સતત 25 થી 27 દિવસ સુધી મહેનત કરીને ધજા બનાવવામાં આવે છે. મારા મોટા બહેન રામેશ્વરીબેન વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે. જે અમને ધજાના નુમના બનાવીને આપે છે. ત્યારબાદ અમારી ટીમ દ્વારા ધજા તૈયાર કરવામાં આવે છે.

Rakhi Sale 2024 ads

અમે અત્યાર સુધીમાં નંદી, ઓમ, હર હર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રિશુલ, હેન્ડ વર્કમાં ઓમ નમઃ શિવાય સહિતની વિવિધ થીમો પર ધજા બનાવી ચૂક્યા છીએ. આ વર્ષે અમારી ટીમ દ્વારા કેસરી કાપડમાં ચંપા ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધજા તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત કેયુરભાઈ દ્વારા સોમનાથ, દ્વારકા, કબરાઉ, ભોળાદ, ભાયલા, મુળી માંડવરાયજી મંદિર સહિતના વિવિધ તીર્થ સ્થાનોમાં ધજા તૈયાર કરીને આપવામાં આવી છે. વધુમાં તેઓ 20 વર્ષથી હનુમાન જયંતી, ચૈત્ર સુદ પૂનમના દિવસે રણમાં વાછડાદાદાના મંદિરે પણ નિઃશુલ્ક ધજા આપે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા પરિવાર દ્વારા તરણેતર ધજા અર્પણ કરાતી હોવાથી જિલ્લાવાસીઓ અમને “તરણેતરની ધજાવાળા” તરીકે ઓળખે છે. અમારા દ્વારા તૈયાર કરાયેલી ધજા ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડે છે એ અમારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *