Information for Health: સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ ખાધ્ય તેલ, આજે દૂર કરો આ ફૂડ ઓઇલ; વાંચો વિગત
Information for Health: ઠેર ઠેર રેસ્ટોરન્ટમાં પણ મળતા ફૂડ પામ ઓઈલમાં બનાવવામાં આવતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક હોય છે.
હેલ્થ ડેસ્ક, 05 સપ્ટેમ્બરઃ Information for Health: જો તમે સ્વાસ્થ્યની રીતે તેલની પસંદગી કરતા હોવ તો પછી માર્કેટમાં જે પણ તેલ ઉપલબ્ધ છે તેમાં જે દાવા થાય છે કે તે હ્રદયના સ્વાસ્થ્ય સાથે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે ફાયદાકારક છે વગેરે તો તે દાવા સાચા છે કે નહીં તે તમારે ખાસ જાણવું જોઈએ. સ્વસ્થ રાખવાના દાવા કરતા અનેક તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. પામ ઓઈલ જેને તાડનું તેલ કહે છે તેનાથી અનેક જંક ફૂડ બને છે. ઠેર ઠેર રેસ્ટોરન્ટમાં પણ મળતા ફૂડ પામ ઓઈલમાં બનાવવામાં આવતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક હોય છે.
ઘણી વખત જેને હેલ્ધી તેલનો વિકલ્પ સમજતા હોવ તે અસલમાં હેલ્થ માટે નુકસાનકારક પણ બની શકે છે. ખરાબ તેલ હ્રદયની બીમારી, બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલથી લઈને શુગરની સમસ્યાને વધારવાનું કામ કરી શકે છે. આવા 5 તેલ વિશે ખાસ જાણો જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
સનફ્લાવર ઓઇલ
સનફ્લાવર એટલે સૂરજમુખીના તેલનો ઉપયોગ પૂરીથી લઈ ભજીયા, શાક વગેરે બનાવવા માટે થતો હોય છે. સ્વાસ્થ્ય માટે તે પણ ફાયદાકારક નથી. આ તેલને કેટલાક હેલ્થ એક્સપર્ટ 5માંથી 3 રેટિંગ આપે છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. જે હ્રદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે.
આ પણ વાંચો:- PM Modi played the drum: પીએમ મોદી સિંગાપોરની મુલાકાતે, વડાપ્રધાને વગાડ્યુ ઢોલ- જુઓ વીડિયો
પામ ઓઇલ
ભારતીય સ્ટ્રીટ ફૂડમાં પામ તેલનો ઉપયોગ થાય છે. આ અલ્ટ્રા પ્રોસેસ્ડ તેલ છે. જેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટી એસિડ અને હાઈ કેલરીની માત્રા હોય છે. તેમાંથી બનેલું ખાવાનું વજન વધારે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે અને હ્રદયની બીમારીઓ વધવા પાછળ પણ આ પામ ઓઈલ જવાબદાર છે.
સોયાબીન ઓઇલ
સોયાબીનનું તેલ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. તેમાં હાઈ ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તેનાથી ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનું જોખમ વધે છે. જો તમે આ તેલ વાપરતા હોવ તો આજે જ ઉપયોગ કરવાનું બંધ કરી દેજો.
કેનોલો ઓઈલ
કેનોલો ઓઈલ એટલે સફેદ સરસવનું તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આ તેલ અલ્ટ્રા પ્રોસેસ્ડ તેલ અને ખુબ વધુ પડતું રિફાઈન્ડ તેલ હોય છે. તેનું સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.