સોમનાથ બાદ ગુજરાતના આ મોટા મંદિરો(Temple closed) પણ થયા બંધ, મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો આ નિર્ણય
અમદાવાદ, 11 એપ્રિલઃ કોરોના વધતા કેસોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું અંબિકા નિકેતન મંદિર, વડોદરાનું તુલજા ભવાની સહિતના મંદિરો બંધ(Temple closed) કરવામાં આવ્યા છે. સાળગપુર બી.એ.પી.એસ. મંદિર બંધ(Temple closed) કરવાનોનો લેવાયો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ બી.એ.પી.એસ સાળંગપુર મંદિર દ્વારા તેમની નીચે આવતા તમામ મંદિર(Temple closed) બંધ રાખવા કોઠારી સ્વામીએ નિર્ણય લીધો છે. 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી હરિમંદિરો નવો નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ રહેશે.

શ્રી સોમાથન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી કે રવિવાર એટલે કે 11 એપ્રિલથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે(Temple closed) બંધ રહેશે. અન્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. વીરપુરના સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ(Temple closed) રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. આ ઉપરાંત રાજકોટ – કાગવડ ખોડલધામ મંદિર તેમજ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલું સ્વામિનારાયણ મંદિર(Temple closed) બંધ રહેશે. BAPS સંસ્થાએ આગામી 30 એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ (Temple closed)રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં સંક્રમણ ફેલાય નહીં લોકો મંદિરમાં એકઠા થાય નહીં તે માટે સાધુ સંતોએ આ નિર્ણય લીધો હતો.

શામળાજી મંદિર (Temple closed) 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધ મંદિરમાં થશે પરંતુ ભગવાનની નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા થશે. કોરોના વધતા જતા સંક્રમણ ફરી એકવાર મંદિરને તાળા લાગવા માંડ્યા છે. જેથી આગામી થોડા સમય સુધી ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકશે નહી. મંદિર બંધ કરાતા મંદિર પરિસરો સુમસામ બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.
આ પણ વાંચો….
કોરોનાની ચેઈન તોડવા માટે રાજકોટ પોલીસે(Rajkot police) આપ્યો અનોખી રીતે આ સંદેશ…