કોરોનાની ચેઈન તોડવા માટે રાજકોટ પોલીસે(Rajkot police) આપ્યો અનોખી રીતે આ સંદેશ…

અમદાવાદ, 11 એપ્રિલઃ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ(Rajkot police) સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સીન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. રાજકોટમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા 150 ફૂટ રિંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ(Rajkot police) સ્ટેશન સામે આ ચિત્રો બનાવાયા છે. ગાંધીગ્રામ પોલીસ(Rajkot police) સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ખુમાનસિંહ વાળા દ્વારા કોરોના જાગૃતિ માટે રોડ પર બે ચિત્ર બનાવવામાં આવ્યા છે. એક ચિત્ર વેક્સીન જાગૃતિ માટે છે. અને બીજું ચિત્ર એક નાની બાળકી બે હાથ જોડેલી છે, જે પોતાના વડીલોને કહે છે કે, તમારા બાળક માટે “માસ્ક પહેરો” અને “ઘરે રહો”. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ચિત્ર નગરીના કલાકાર રૂપલબેન સોલંકી,લલિત ભાઈ માલવિયા, જય દવે અને શિવમ અગ્રવાલ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 5011 કેસ નોંધાયા છે. તેમજ 49 લોકોના મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 1440 કેસ, સુરતમાં 1152 કેસ, રાજકોટમાં 529 કેસ અને વડોદરામાં 445 કેસ નોંધાયા છે. રાજકોટ કલેક્ટરના કમાન્ડો કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં બે દિવસ CM/DY.CM સહિતના આગમન મિટિંગો બાદ કમાન્ડોએ ટેસ્ટ કરાવતા સિવિલમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. કલેક્ટરના કમાન્ડો જયરાજસિંહ જાડેજા કોરોનાથી સંક્રમિત થતાં ક્લેક્ટર કચેરીમાં ફફડાટ ફેલાયો છે. 

ADVT Dental Titanium

આજે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ થશેં. કોરોનાના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં 150 બેડનુ આ કોવિડ સેન્ટર રહેશે. જેમાં પ્રથમ તબક્કે 50 બેડ મૂકાશે, જેના બાદ જરૂરિયાત મુજબ કોવિડ સેન્ટરમાં સુવિધા અપાશે. 

આ પણ વાંચો….

ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ