The world’s largest zoo: ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, આ ગુજરાતી બિઝનેસમેન કરશે કરોડોનું રોકાણ

ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ દેશમાં દુનિયાનું સૌથી મોટુ પ્રાણી સંગ્રાહલય (The world’s largest zoo)બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. આ પ્રાણી સંગ્રાહલય(The world’s largest zoo) બીજે ક્યાંય નહીં પણ ગુજરાતમાં બનાવવાનો વિચાર છે. ભારત સહિત એશિયાનો સૌથી અમીર મુકેશ અંબાણી પરિવાર હવે ઝૂ બનાવવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયમાંથી એક હશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ પ્રાણી સંગ્રહાલય(The world’s largest zoo) અંબાણી પરિવાર પોતાના વતન રાજ્ય ગુજરાતમાં બનાવી રહ્યા છે, જ્યાં તેમનું ગ્રુપ સૌથી મોટી ઓઈલ રિફાઈનિંગ કોમ્પલેક્સ ચલાવે છે.

રિલાયન્સમાં કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણી પ્રમાણે, પ્રાણી સંગ્રહાલય(The world’s largest zoo) 2023માં ખુલવાની અપેક્ષા છે. આમાં સ્થાનીક સરકારની મદદ કરવા માટે એક રેસ્ક્યૂ સેન્ટર પણ સામેલ હશે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સના એક પ્રતિનિધિએ પ્રોજેક્ટની કિંમત અથવા બીજી ડિટેલ્સ જણાવી નહોતી. અંબાણીની નેટવર્થ લગભગ 80 અબજ ડોલર (લગભગ 5794.18 અબજ રૂપિયા) છે. મુકેશ અંબાણી ફેમિલી ટેકથી લઈને ઈ-કોમર્સ સેક્ટર સુધીમાં વેપાર કરે છે. આ સિવાય આઈપીએલમાં રમતી મુંબઈ ઈન્ડિયન્સ ક્રીકેટ ટીમની પણ માલિક છે.
2014માં અંબાણીઓએ એક સોકર લીગ પણ શરૂ કરી. જેમ જેમ સંપતિ વધી, અંબાણી પરિવારે પોતાનું ધ્યાન પબ્લિક વેન્ચર્સ પર વધાર્યું છે. કેમ્પડેન વેલ્થમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચ રેબેકા ગૂચ કહે છે કે, અબજોપતિઓની કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે આર્થિક તાકાત છે.જાહેર સ્થળોએ રોકાણ કરવાથી પરિવાર અને કંપની બંનેની છબી વધુ સારી થવામાં મદદ મળે છે, જેનાથી આગળ નફા અને કેટલીક સંભવિત નકારાત્મક બાબતોમાં પણ મદદ થાય છે.
આ ઉપરાંત સમાજમાં વ્યક્તિની પ્રતિષ્ઠા પણ મજબૂત થાય છે અને પરિવારનો વારસો ભવિષ્ય માટે સ્થાપિત થાય છે. મુકેશ અંબાણી હાલમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેની કુલ સંપત્તિ 80.9 અબજ ડોલર છે. નોંધનીય છે કે, વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી 11માં ક્રમે છે. તેણે વર્ષ 2020માં તે ટોપ 10માં સ્થાન મેળવ્યું પરંતુ બાદમાં તે ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા.
આ પણ વાંચો…

