WR rajbhasha shield

અમદાવાદ મંડળ(Ahmedabad Division) રેલ પ્રબંધક કાર્યાલય ને મળી નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિની રનિંગ શીલ્ડ

ahmedabad division

અમદાવાદ મંડળ (Ahmedabad Division) રેલ પ્રબંધક કાર્યાલય ને મળી નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિની રનિંગ શીલ્ડ

અમદાવાદ , ૨૫ ફેબ્રુઆરી: અમદાવાદના આયકર ભવનમાં નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિની એપ્રિલ થી સપ્ટેમ્બર 2020 ની 76મી છ માહી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાન મુખ્ય આવકવેરા કમિશનર – ગુજરાત શ્રી અમિત જૈનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેમણે મંડળ (Ahmedabad Division) રેલ પ્રબંધક કાર્યાલયને વર્ષ 2020 દરમીયાન રાજભાષાના પ્રસાર – પ્રચારના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન માટે રનીંગ શીલ્ડ આપવામાં આવ્યો. અપર મંડળ રેલ પ્રબંધક તથા અપર મુખ્ય રાજભાષા અઘિકારી શ્રી અનંત કુમાર અને રાજભાષા અધિકારી શ્રી પ્રદીપ શર્માને સમિતિના અધ્યક્ષ શ્રી જૈન દ્વારા આ પ્રતિષ્ઠિત શીલ્ડ આપવામાં આવ્યો.

Railways banner

મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે મંડળ કાર્યાલયમાં હિન્દીમાં પ્રશિક્ષિત અને અહર્તા પ્રાપ્ત કર્મચારીઓની કુલ સંખ્યા 11007 છે, જે નરાકાસ સમિતિની 58 કચેરીઓમાં સૌથી વધુ છે અને અહીંયા રાજભાષા અધિનિયમનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. ઉક્ત કાર્યાલય દ્વારા ‘ક’ અને ‘ખ’ ક્ષેત્રે મોકલવામાં આવતો પત્રવ્યવહાર સંપૂર્ણ રીતે રાજભાષા હિન્દીમાં કરવામાં આવી રહ્યો છે.

દ્વિભાષી સોફ્ટવેર પણ કમ્પ્યુટરમાં કર્મચારીઓને રાજભાષામાં કામ કરવાનું સરળ બનાવવા માટે અપલોડ કરવામાં આવ્યું છે. તેમણે આ પ્રતિષ્ઠિત રનિંગ શીલ્ડ પર ખુશી વ્યક્ત કરતાં આનો સંપૂર્ણ શ્રેય મંડળ કાર્યાલયના રાજભાષા માટે સમર્પિત અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યો.

આ પણ વાંચો…shreedevi fan: શ્રીદેવીનો એવો ફેન જે આજે પણ છે અપરણિત, માનતો હતો એક્ટ્રેસને પોતાની પત્ની- જાણો કોણ છે આ વ્યક્તિ…