અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુ, તો આ વિસ્તારમાં વેક્સિનેશન (vaccination) વિશે જાગૃતિ ન હોવાથી કામગીરી નબળી
અમદાવાદ, 26 જૂનઃvaccination: કોરોનાની વેક્સિન મળ્યા બાદ દેશના તમામ રાજ્યોમાં વેક્સિનેશનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. નાગરિકો પણ વેક્સિનેશનની પોતાની ફરજ સમજીને લઇ રહ્યાં છે. તે સાથે સરકાર પણ વેક્સિનેશન સૌ કોઇને મળે તે માટે અભિયાન ચલાવી રહી છે.
તેવામાં અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા જેવા વોર્ડમાં વેક્સિનેશન બાબતે ખૂબ જ ઓછી જાગૃતિના અભાવે સદર વિસ્તારમાં વેક્સિન નું કામ ખૂબ જ નબળું છે જેના અનુસંધાનમાં આજરોજ દાણીલીમડાના નવયુગ કોલોનીમા અસિત મહેતા અને તેમની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મોટા પ્રમાણમાં પ્રચાર કરીને વેક્સિનેશન(vaccination) કેમ્પ નું આયોજન કર્યું છે. જેમાં કુલ ૧૯૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવીને ખૂબ જ સારો પ્રતિભાવ આપેલ છે.

તો બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કોરોના વેક્સિન સેન્ટર શરુ કરાયુ છે. સ્ટેશન પર રેલવે સ્ટાફ, મુસાફરો અને કુલીઓને આ વેક્સિન સેન્ટર પર વેક્સિનેશન(vaccination) અપાઇ રહ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા 4 દિવસમાં 76 સ્ટાફ, 62 કુલી 80 વેન્ડર, 95 સફાઇકર્મીઓ અને 265 પેસેન્જરોએ કોરોના વેક્સિન લીધી છે.
આ પણ વાંચોઃ ફ્લોરિડા(Florida)માં 12 માળની બિલ્ડિંગ ધરાશાયી, કાળમાળ નીચે દબાયેલા લોકોની ચીચીયારીઓ
