saraswati

Vasant panchmi 2021: તમે જાણો છો, વસંત પચંમીના રોજ સરસ્વતી માતાની પૂજા કેમ થાય છે?

Vasant panchmi

ધર્મ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ વસંત પંચમી(Vasant panchmi)ના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયું હતું. વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. મા સરસ્વતીને સાહિત્ય, કલાકારો માટે આ ખાસ મહત્વનો દિવસ છે.વસંત પંચમીનું પર્વ વસંત ઋતુના આગમનની સૂચના આપે છે. ચારે બાજુ હરિયાળી મહકતા ફૂલોની છટા વિખેરે છે મંદ વાયુથી વાતાવરણ સોહામણુ થઈ જાય છે.

Whatsapp Join Banner Guj

ખેતરમાં પીળી સરસવ લહરાવે છે. શરદ ઋતુની વિદાઈની સાથે ઝાડ છોડ અને પ્રાણીઓમાં નવા જીવનનો સંચાર થાય છે. એવું માનવું છે કે વસંત પંચમી(Vasant panchmi)ના દિવસે માતા સરસ્વતીનો અવતાર થયો હતો. સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાની દેવી માનવામાં આવે છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારોનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

કહેવાય છે કે મા સરસ્વતીના આગમનથી પ્રકૃતિનો શ્રૃંગાર થયો ત્યારથી વસંત પંચમી(Vasant panchmi) પર મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાની પરંપરા શરૂ થઈ. વસંત પંચમી ઉજવવાનો સંબંધમાં ઘણા મત મળ્યા છે. એક મત મુજબ આ દિવસે વિદ્યાની દેવી સરસ્વતીનો પૂજન કરવું જોઈએ. બીજી લોકવાયકા મુજબ તેને લક્ષ્મી સાથે વિષ્ણુ પૂજનનો દિવસ જણાવ્યો છે. એક મત મુજબ આ તિથિએ રતિ અને કામદેવની પૂજા પણ કરવી જોઈએ. કારણકે કામદેવ અને વસંત મિત્ર છે.

આ પણ વાંચો…

રોજિંદી વપરાશની ચીજ વસ્તુ લઈને પ્રેમી યુગલે પરિવાર સાથે પોલીસ કમિશનર કચેરીમાં ધામા નાખ્યા, કહ્યું ઓનર કિલિંગનો લાગે છે ડર(fear)