eefd5cae ecf7 494e 9040 e1bb6c58f838 edited

મોર્નિંગ બ્રીફઃ વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર(ventilator) ઉમેરાયા, હવે વેન્ટિલેટર પુલમાં 750 વેન્ટિલેટર

ventilator

વડોદરા, 05 એપ્રિલઃ સમગ્ર દેશ અને રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે રહિશો અને તંત્રની ચિંતા વધી છે. તાજેતરમાં જ વડોદરા ખાતે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા અગ્રિમ અને તકેદારી રૂપ આયોજન ના અમલ રૂપે ગઈકાલ રાત્રિ થી અત્યાર સુધીમાં વડોદરાની કોવિડ સારવાર માટે માન્ય હોસ્પિટલોમાં 100 અદ્યતન વેન્ટિલેટર(ventilator) ઉમેરવામાં આવ્યાં છે જેમાં થી સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને 50/50 ની ફાળવણી કરવામાં આવી છે.આ પૈકી ધીરજ હોસ્પિટલમાં રાખવામાં આવેલા ફ્રી બેડ માટે 20,સયાજી હોસ્પિટલ માટે 1o અને ગોત્રી હોસ્પિટલ માટે 5 નવીન અને અદ્યતન વેન્ટિલેટર(ventilator) આપવામાં આવ્યા છે.

ADVT Dental Titanium


જ્યારે આવતીકાલે પાયોનીયર હોસ્પિટલ માં ફ્રી બેડની સુવિધા હેઠળ 15 અને અન્ય 50 ખાનગી હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.
આમ,હવે લગભગ 750 અદ્યતન વેન્ટિલેટર નો પુલ દર્દીઓની જીવન રક્ષક સારવાર માટે ઉપલબ્ધ બન્યો છે જે આપણી ઓક્યુપંસી કરતાં સારો એવો વધુ છે.આ પ્રકારે સારવાર માટેની સાધન સુવિધા ક્ષમતામાં સતત વધારો કરીને વેન્ટિલેટર ની કોઈ અછત ન રહે તેની કાળજી લેવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

વધતા કોરોના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય-બે દિવસ રહેશે લોકડાઉન (lockdown),આ સાથે જાહેર કરી ગાઇડલાઇનઃ વાંચો સંપૂર્ણ વિગત