Vigilance raids on gambling dens in danilimda

Vigilance raids on gambling dens in danilimda: દાણીલીમડામાં ચાલતા જુગારધામ પર વિજિલન્સના દરોડા, 11 ખેલી ઝડપાયા

Vigilance raids on gambling dens in danilimda: છેલ્લા અઠવાડિયા દરમિયાન સરદારનગર અને માધુપુરામાં પણ વિજિલન્સની ટીમને દરોડા પાડ્યા હતા

અમદાવાદ, 11 જાન્યુઆરી: Vigilance raids on gambling dens in danilimda: અમદાવાદના દાણીલીમડામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે. તેમજ ચાર લાખ 39 હજારના મુદ્દામાલ સાથે 11 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.. જુગારનો અડ્ડો ચલાવનાર સહિતના 23 જુગારીઓ વોન્ટેડ છે.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ શહેરમાંથી દારૂ અને જુગારનું દૂષણ દૂર કરવા પ્રતિબદ્ધ છે ત્યારે ચોક્કસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા થઈ ગયા છે. આ અંગેની વિગતો વિજિલન્સના અધિકારીઓને મળતા વિજિલન્સની ટીમે દાણીલીમડામાં ખુલ્લામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડીને 11 જુગારીને ઝડપી લીધા છે.

જુગારધામના સંચાલકોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયા દરમિયાન સરદારનગર અને માધુપુરામાં પણ વિજિલન્સની ટીમને દરોડા પાડ્યા હતા. વિજિલન્સના એસીપી કે.ટી. કામરિયાને બાદમી મળી હતી કે દાણીલીમડામાં ખોડિયારનગરની ચાલીમાં જાહેરમાં જુગારધામ ધમધમી રહ્યું છે.

જેને પગલે વિજિલન્સની ટીમે દરોડા પાડીને જુગાર રમતા 11 જુગારીઓને 4.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને જુગારધામ ચલાવતા તત્ત્વોની તલાશ શરૂ કરી છે. સમગ્ર પ્રકરણની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દાણીલીમડામાં છેલ્લા ઘણા લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડા ધમધમતા થઈ ગયા છે અને નશીલા પદાર્થોનું વેચાણ પણ ખુલ્લેઆમ થઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનર ઓફિસ સુધી પણ પહોંચી છે. આ ઉપરાંત છેલ્લા અઠવાડિયામાં સરદારનગરમાં પણ અધિકારીઓએ દરોડા પાડીને દારૂ અને જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચો: Three army soldiers died in jammu: જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં મોટી દુર્ઘટના, 3 જવાન થયા શહીદ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો