CSK WON IPL 2023

CSK Win IPL 2023: પાંચવીં વખત ચેમ્પિયન બની ચેન્નાઈ સુપર કિંગ્સ, મળ્યા આટલા કરોડ રુપિયા…

CSK Win IPL 2023: રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલ પર 10 રન બનાવી ચેન્નાઈને જીત અપાવી હતી

ખેલ ડેસ્ક, 30 મેઃ CSK Win IPL 2023: IPL 2023નો અંત આવી ગયો છે. ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ સાથે ધોનીની ટીમ 5મી વખત IPL ચેમ્પિયન બની છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રન બનાવ્યા હતા.

આ પછી જ્યારે ચેન્નાઈની ઇનિંગ શરૂ થઈ ત્યારે વરસાદે વિક્ષેપ પાડ્યો અને અઢી કલાકની રમત બગડી ગઈ. જોકે મેચ 12.10 વાગ્યે ફરી શરૂ થઈ હતી. ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ, ચેન્નાઈને 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો ટાર્ગેટ હતો, જે તેણે છેલ્લા બોલે હાંસલ કરી લીધો હતો.

IPL 2023માં ટોચની ચાર ટીમોની ઈનામી રકમ

Advertisement
  • વિજેતા ટીમ (ચેન્નઈ સુપર કિંગ્સ)- રૂ. 20 કરોડ
  • રનર-અપ (ગુજરાત ટાઇટન્સ)- રૂ. 12.5 કરોડ
  • ટીમ નંબર ત્રણ (મુંબઈ ઈન્ડિયન્સ)-રૂ. 7 કરોડ
  • ચોથી ટીમ (લખનૌ સુપર જાયન્ટ્સ)- રૂ. 6.5 કરોડ

આ લોકો પર પણ પૈસાનો વરસાદ થયો

  • સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ)- મોહમ્મદ શમી 28 વિકેટ (રૂ. 10 લાખ)
  • સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ)- શુભમન ગિલ 890 રન (રૂ. 10 લાખ)
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન- યશસ્વી જયસ્વાલ (રૂ. 10 લાખ)
  • સિઝનનો ઇલેક્ટ્રિક સ્ટ્રાઈકર- ગ્લેન મેક્સવેલ (રૂ. 10 લાખ)
  • ગેમ ચેન્જર ઓફ ધ સીઝન- શુભમન ગિલ (રૂ. 10 લાખ)
  • પેટીએમ ફેરપ્લે એવોર્ડ- દિલ્હી કેપિટલ્સ
  • કેચ ઓફ ધ સીઝન- રાશિદ ખાન (રૂ. 10 લાખ)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર- શુભમન ગિલ (રૂ. 10 લાખ)
  • રુપે ઑન દ ગો-4s: શુભમન ગિલ (રૂ. 10 લાખ)
  • સિઝનનો સૌથી લાંબો સિક્સ: ફાફ ડુ પ્લેસિસ (રૂ. 10 લાખ)
  • પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડન્સ (રૂ. 50 લાખ)

આ પણ વાંચો… Gehlot-Pilot Meeting: કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત બાદ ગેહલોત અને પાયલટ વચ્ચે સમાધાન…!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement