DRM cricket tournament: રાજકોટ ડીવીઝન સ્પોર્ટસ એસોસીએશન દ્વારા આયોજીત ડીઆરએમ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આરપીએફની ક્રિકેટ ટીમ બની ચેમ્પિયન
DRM cricket tournament: ફાઈનલ મેચમાં આરપીએફની ટીમે એન્જિનિયરિંગ વિભાગની ટીમને 7 વિકેટે હરાવીને ચેમ્પિયન બની
રાજકોટ, 6 ફેબ્રુઆરી: DRM cricket tournament: વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત “ડીઆરએમ ટ્રોફી” ક્રિકેટ ટુર્નામેન્ટનું (DRM cricket tournament) આજે સમાપન થયું છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ રેલવે ડિવિઝનના કોમર્સ, મિકેનિકલ, એન્જિનિયરિંગ, ઓપરેટિંગ, સિગ્નલ, એસ્ટાબ્લિશમેન્ટ, આરપીએફ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને એકાઉન્ટ વિભાગની કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કુલ 23 મેચો રમાઈ હતી. ફાઈનલ મેચમાં આરપીએફની ટીમે એન્જિનિયરિંગ વિભાગની ટીમને 7 વિકેટે હરાવીને ચેમ્પિયન બની હતી.
ફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા એન્જિનિયરિંગ વિભાગે 15 ઓવરમાં 9 વિકેટના નુકસાને 94 રન બનાવ્યા હતા, જ્યારે આરપીએફની ટીમે 12.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 95 રન બનાવી ને વિજેતા બની. ફાઈનલ મેચમાં RPF ટીમના હરેશ માલવાએ 35 રન બનાવ્યા હતા અને બોલિંગ કરતી વખતે 2 વિકેટો લીધી હતી અને તેને ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ઓપરેટિંગ વિભાગની ટીમના હિરેન કે ઉભરતા ખેલાડી, આરપીએફની ટીમના દીપક મારીચી શ્રેષ્ઠ બોલર, એન્જિનિયરિંગ વિભાગની ટીમના મહેશ પવાર શ્રેષ્ઠ બેટ્સમેન અને એન્જિનિયરિંગ વિભાગની ટીમના પંકજ સૈની મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા.
ફાઇનલ મેચની ટ્રોફી વિજેતા ટીમને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈન દ્વારા અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને સિનિયર ડીસીએમ અભિનવ જેફના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને રેલવે કર્મચારી હર્ષદ જોષી, સેન્ડિલ નાટકન, ફિરોઝ બાંભણીયા, પ્રતિક મહેતા, સંદીપ જોબનપુત્રા અને ગ્રાઉન્ડ ઈન્ચાર્જ દેવેન્દ્રસિંહ ઝાલાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે સીનિયર ડિવિજનલ એંજીનિયર (સંકલન) રાજકુમાર એસ અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા.