India corona case update: દેશમાં 1 મહિના બાદ મળી મોટી રાહત, કોરોનાના 24 કલાકમાં 1 લાખ કરતા ઓછા કેસ નોંધાયા

India corona case update: દેશમાં સાત ઓગસ્ટ 2020ને સંક્રમિતની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ને 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020એ 40 લાખ કરતા વધારે થઈ

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરીઃ India corona case update: દેશમાં કોરોના વાયરસ મહામારીના કેસ છેલ્લા 48 કલાકની તુલનામાં આજે ઓછા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના લાખથી ઓછા કેસ નોંધાયા છે જ્યારે એક દિવસ પહેલા રવિવારે 1 લાખ 7 હજાર 474 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ 7.25% ટકા છે. જાણો દેશમાં કોરોનાની સ્થિતિ શુ છે.

ઘણા સમય બાદ એક લાખ કરતા ઓછા કેસ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન સમગ્ર દેશમાં લગભગ બે લાખ લોકો સાજા પણ થયા. આ પ્રકારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 895 મોત થયા છે. લગભગ એક મહિના બાદ આ સ્થિતિ બની છે જ્યારે દેશમાં કોરોનાના નવા કેસ એક લાખ કરતા ઓછા છે. ત્યાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે કુલ સંક્રમિત દર્દીની તુલનામાં માત્ર 2.62 % છે.

રિકવરી રેટ 96.19%

દેશમાં દર્દીના સાજા થવાનો રાષ્ટ્રીય દર 96.19 ટકા છે. દેશમાં સાત ઓગસ્ટ 2020ને સંક્રમિતની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ને 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020એ 40 લાખ કરતા વધારે થઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020એ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020એ 60 લાખ, 11 ઓક્ટોબર 2020એ 70 લાખ, 29 ઓક્ટોબર 2020એ 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખના પાર ચાલ્યા ગયા હતા.

રવિવારની પરિસ્થિતિ

રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર 24 કલાકમાં 865 લોકોના મોત થયા. કોરોના વાયરસ સંક્રમણના 1 લાખ 7 હજાર 474 નવા કેસ મળ્યા ત્યાં 2 લાખથી વધારે સાજા થયા હતા.

આ પણ વાંચોઃ lata mangeshkar funeral: સુરોના એક યુગનો અંત, લતા મંગેશકર પંચતત્વમાં વિલીન- રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

169 કરોડ કરતા વધારે ડોઝ

રાષ્ટ્રવ્યાપી રસીકરણ મુહિમ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ રોધી રસીકરણની 169 કરોડથી વધારે ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. કાલે 45 લાખ 10 હજાર 770 ડોઝ આપવામાં આવ્યા, જે બાદ અત્યાર સુધી વેક્સિનની 169 કરોડ 63 લાખ 80 હજાર 755 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે અને આ સિલસિલો સતત જારી છે.

Gujarati banner 01