junior hockey world cup

junior hockey world cup: ભારતે ૧-૦થી બેલ્જીયમ સામે મેળવ્યો વિજય, હવે ૩ ડિસેમ્બરે ભારત-જર્મની વચ્ચે સેમિ ફાઈનલમાં મુકાબલો

junior hockey world cup: ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતે આક્રમક અંદાજની સાથે સાથે મજબુત ડિફેન્સની મદદથી યાદગાર જીત હાંસલ કરી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 02 ડિસેમ્બરઃ junior hockey world cup: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ૧-૦થી બેલ્જીયમ સામે વિજય મેળવતા ઓડિશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. અત્યંત રોમાંચક મુકાબલામાં ભારત તરફથી બીજા ક્વાર્ટરમાં, મેચની ૨૧મી મિનિટે શારદાનંદ તિવારીએ ગોલ નોંધાવ્યો હતો. જે આખરે નિર્ણાયક સાબિત થયો હતો. આ સાથે ભારત મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપમાં પાંચમી વખત સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.

હવે ભારત સેમિ ફાઈનલમાં તારીખ ૩ ડિસેમ્બર ને શુક્રવારે જર્મની સામે ટકરાશે. જર્મનીએ સ્પેન સામેના હાઈવોલ્ટેજ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં ૩-૧થી જીત હાંસલ કરી હતી. અગાઉ જર્મની અને સ્પેન વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો થઈ હતી. આર્જેન્ટીનાએ ૨-૧થી નેધરલેન્ડને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેની ટક્કર ફ્રાન્સ સામે થશે. ફ્રાન્સે મલેશિયા સામે ૪-૦થી પ્રભુત્વસભર જીત હાંસલ કરી હતી.

ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતે આક્રમક અંદાજની સાથે સાથે મજબુત ડિફેન્સની મદદથી યાદગાર જીત હાંસલ કરી હતી. ભારતીય ગોલકિપર પ્રશાંત ચૌહાને કેટલાક યાદગાર સેવ કર્યા હતા.

આ પણ વાંચોઃ Rain in gujarat: ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ, ઘઉં અને કપાસના પાકમાં નુકસાનીનો ભય- વાંચો વિગત

ક્વાર્ટર ફાઈનલની શરૃઆતમાં બેલ્જીયમે બોલ પર કન્ટ્રોલ રાખવાનો વ્યુહ અપનાવ્યો હતો. જોકે ભારતીય ખેલાડીઓએ બરોબર જવાબ આપ્યો હતો અને ફર્સ્ટ ક્વાર્ટરમાં કોઈ ગોલ નોંધાયો નહતો. જોકે બીજા ક્વાર્ટરમાં ભારતે સૌપ્રથમ પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ નોંધાવતા સરસાઈ મેળવી લીધી હતી. જે પછી બેલ્જીયમના મેચમાં પાછા ફરવાના જોરદાર પ્રયાસને ભારતીય ડિફેન્સ અને ગોલકિપરે નિષ્ફળ બનાવ્યા હતા.

ભારતે આ સાથે બેલ્જીયમ સામે સળંગ પાંચમી મેચ જીતી હતી. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં રમાયેલા છેલ્લા જુનિયર હોકી વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે બેલ્જીયમને ૨-૧થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ.

Whatsapp Join Banner Guj