Omicron variant: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ

Omicron variant: કોરોનાના આ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં રાખીને WHOએ એને ઓમિક્રોન નામ આપ્યું

નવી દિલ્હી, 02 ડિસેમ્બરઃ Omicron variant: દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટ- ઓમિક્રોને દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે. એક રીપોર્ટ અનુસાર ઓમિક્રોન પાછલા વેરિએન્ટ્સ કરતાં વધારે ખતરનાક છે. વેક્સિનેશન અથવા નેચરલ ઈન્ફેશનથી થતા ઈમ્યુન રિસ્પોન્સને પણ બેઅસર કરી શકે છે

કોરોનાના આ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં રાખીને WHOએ એને ઓમિક્રોન નામ આપ્યું છે. કોરોનાનો આ વેરિયન્ટ અત્યારસુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ છે.

આ પણ વાંચોઃ junior hockey world cup: ભારતે ૧-૦થી બેલ્જીયમ સામે મેળવ્યો વિજય, હવે ૩ ડિસેમ્બરે ભારત-જર્મની વચ્ચે સેમિ ફાઈનલમાં મુકાબલો
આ વાયરસ વધારે ઘાતકી ન બને અને જિલ્લામાં ન ફેલાય તે માટે ખેડા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને જે લોકોએ કોરોના વેક્સિન નથી લીધી તેવા લોકો રસી મુકાવે તેવી અપીલ કરી છે. જેથી આવનાર ત્રીજી લહેરના સંક્રમણથી બચી શકીએ.


આ વેરિયન્ટને ભારતમાં બીજી લહેર અને દુનિયાના ઘણા દેશોમાં ત્રીજી લહેરનું કારણ બનેલા ડેલ્ટા વેરિયન્ટથી પણ વધુ મ્યૂટેશન અને ઝડપી ફેલનારો વેરિયન્ટ જાહેર કર્યો છે. કોઈપણ વેરિયન્ટ એવો નથી હોતો, જે વેક્સિનને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કરી દે. જેણે વેક્સિન નથી લીધી તેમણે વેક્સિન લઈ લેવી જોઈએ. જો શરીરમાં વાઈરસના કોઈપણ વેરિયન્ટ માટે તૈયાર કરવામાં આવેલી વેક્સિનને કારણે એન્ટિબોડી હોય તો વાઈરસથી જરૂર બચાવ કરશે.

Whatsapp Join Banner Guj