KL Rahul

KL Rahul out of t20 series: કેએલ રાહુલ અને કુલદીપ યાદવ T20 સીરીઝથી બહાર, વાંચો શું છે કારણ?

KL Rahul out of t20 series: સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી

સ્પોર્ટ્સ ડેસ્ક, 09 જૂનઃ KL Rahul out of t20 series: સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ અને ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ ઈજાના કારણે આખી સિરિઝનો ભાગ બની શકશે નહીં.

સિરીઝ માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

BCCIએ બુધવારે સાંજે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી. કેએલ રાહુલને કમરની જમણી બાજુએ ઈજા થઇ છે જ્યારે કુલદીપ યાદવને નેટમાં બેટિંગ કરતી વખતે તેના જમણા હાથમાં ઈજા થઈ હતી. આ કારણે બંને ક્રિકેટરોને સિરીઝમાંથી બહાર થવું પડ્યું છે.

આ પણ વાંચોઃ Grah parivart: બુધ અને શનિની ચાલમાં ફેરફાર, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે

સીરિઝ માટે ભારતની T20I ટીમ:
ઋષભ પંત (C/W), હાર્દિક પંડ્યા (VC), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક (WK), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ , ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

આ પણ વાંચોઃ Increase Salman security: સલમાનના ઘર બાદ હવે તેની ફિલ્મના સેટ પર પણ કડક સુરક્ષા, દરેક વ્યક્તિનુ થઇ રહ્યું છે ચેકિંગ

Gujarati banner 01