IPL MS dhoni

MS DHONI IPL 2022: આગામી વર્ષ પણ CSK માટે રમત રમશે ધોની; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ઇમોશનલ

MS DHONI IPL 2022: ટીમનો કેપ્ટન એમએસ ધોની IPLની આગામી સિઝનમાં પણ CSKની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. ધોનીએ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચ દરમિયાન આ માહિતી શેર કરી હતી.

નવી દિલ્હી, 20 મે: MS DHONI IPL 2022: પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન એમએસ ધોની IPLની આગામી સિઝનમાં પણ CSKની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. ધોનીએ રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચ દરમિયાન આ માહિતી શેર કરી હતી.

આગામી સિઝનમાં એમએસ ધોનીની કેપ્ટનશીપની વાત સામે આવતાં જ ચાહકોની ખુશીની કોઈ સીમા નથી. ફેન્સ સોશિયલ મીડિયા પર આ વિશે ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે.

ધોનીએ ટોસ પર કહ્યું, ‘ચોક્કસપણે હું આગામી સિઝનમાં રમીશ કારણ કે ચેન્નાઈને ના કહેવું અયોગ્ય હશે. સીએસકેના ચાહકો માટે તે સારું નહીં હોય કે હું ચેપોક (ચેન્નઈ)માં ન રમું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવતા વર્ષે ટીમોને વિવિધ શહેરોમાં ફરવાની તક મળશે. તેથી આ વિવિધ સ્થળોએ ચાહકોનો આભાર માનવાની પણ તક હશે જ્યાં અમે મેચ રમીશું.

ધોની આગામી સિઝન માટે સખત મહેનત કરશે

ધોનીએ કહ્યું, ‘મને ઘણો પ્રેમ મળ્યો છે. મારુ નેક્સટ સીઝન રમવું એ  દરેકને આભાર કહેવા જેવું હશે. તે મારું છેલ્લું વર્ષ હશે કે નહીં, તે નક્કી કરવું ખૂબ જ વહેલું છે. તમે જાણો છો કે અમે આગમી બે વર્ષ વિશે આગાહી કરી શકતા નથી, પરંતુ અલબત્ત હું આવતા વર્ષે મજબૂત પાછા આવવા માટે સખત મહેનત કરીશ.

ચેન્નાઈ 13માંથી ચાર મેચ જીતી શકી હતી

IPLની વર્તમાન સિઝન પહેલા ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, ખરાબ પ્રદર્શનને કારણે જાડેજાએ આઠ મેચ બાદ કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ ધોનીએ ટીમની જવાબદારી સંભાળી હતી. IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ચેન્નાઈની ટીમ શરૂઆતની 13માંથી માત્ર ચાર મેચ જ જીતી શકી હતી, જેના કારણે તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

આ પણ વાંચો..Free silai machine yojana 2022: સરકારની આ યોજનામાં મફતમાં મળશે સિલાઈ મશીન, કાંઈ ખર્ચ કર્યા વિના કરવું પડશે આ કામ

Gujarati banner 01