Neeraj chopra garba video

Neeraj chopra garba video: ગરબાના તાલે ઝુમ્યો ગોલ્ડન બોય નીરજ ચોપરા

Neeraj chopra garba video: એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા, માતાની આરતી કરી ગરબા પણ રમ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 સપ્ટેમ્બરઃ Neeraj chopra garba video: ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો. 

નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે.

આ પણ વાંચોઃ Idana mata temple: એક એવુ શ્રીશક્તિપીઠ જ્યાં મા સ્વયં જ કરે છે અગ્નિ સ્નાન- જાણો આ મંદિર વિશે

Advertisement

નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે ત્યારે નીરજ ચોપડા પોતે પણ આ અવસરે ગુજરાત આવ્યા તો પોતાની જાતને ગરબા રમતા રોકી શક્યા નહીં. 

ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડા નેશનલ ગેમ્સ અર્થે ગુજરાતમાં છે. ગુજરાતના 6 શહેરોમાં થનારા નેશનલ ગેમ્સનું આજે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ધાટન કરશે. 7 વર્ષના લાંબા સમયગાળા બાદ નેશનલ ગેમ્સ થઈ રહી છે. છેલ્લા 2015માં કેરળમાં તેનું આયોજન થયું હતું. આ વખતે 7000થી વધુ એથલીટ 36 અલગ અલગ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે. 

આ પણ વાંચોઃ PM mega road show: સુરત ખાતે ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાયો

Advertisement
Gujarati banner 01