PM mega road show

PM mega road show: સુરત ખાતે ગોડાદરા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધી વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાયો

PM mega road show: રોડ શોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું

સુરત, 29 સપ્ટેમ્બર: PM mega road show: વડાપ્રધાનની સુરત મુલાકાત દરમિયાન ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં તૈયાર કરાયેલા હેલિપેડથી લિંબાયતના નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના ૨.૭૦ કિલોમીટરના રૂટ પર વડાપ્રધાનનો મેગા રોડ શો યોજાયો હતો. જેમાં સુરતવાસીઓ તેમનું ઉમળકાભેર સ્વાગત અભિવાદન કર્યું હતું. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ-સમાજબંધુઓ અને નાગરિકોએ પુષ્પવર્ષાથી વડાપ્રધાનને વધાવ્યા હતા.


રોડ શોમાં રોડની બંન્ને તરફ વિશાળ સંખ્યામાં જનમેદની એકઠી થઇ હતી. ‘ભારત માતાની જય’ના જયઘોષ સાથે રોડ શોમાં ઠેર-ઠેર તિરંગા લહેરાવીને લોકોએ વડાપ્રધાનના વધામણા કર્યા હતા.

ca3bebbc 6d3b 4355 9b44 a420dbcf806c

રોડશોમાં ગરબા, લાવણી, વિઠ્ઠલ નૃત્ય અને દક્ષિણ ગુજરાતના ખાસ આદિવાસી ડાંગી નૃત્ય દ્વારા અનેક કલાવૃંદોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. લોકોનો અનેરો ઉત્સાહ અને ઉમંગ, રોડની બંન્ને તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓના બેનરો અને રંગબેરંગી સુશોભનો દ્વારા લિંબાયત વિસ્તારમાં દિવાળી પહેલાં જ દિવાળીના આગમનનું તાદ્રશ્ય ચિત્ર નિર્માણ થવા પામ્યું હતું.

આ પણ વાંચોઃ Aishwarya did not appear on Kapil’s show: ઐશ્વર્યા અપકમિંગ ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’માં ના આવી, સલમાન ખાન છે કારણ?- વાંચો વિગત
વડાપ્રધાનએ પોતાના વાહન અંદરથી બે હાથ જોડી માન-સન્માનપૂર્વક લોકોના આવકાર અને લાગણીભીના અભિવાદનને ઝીલ્યું હતું.
સ્થાનિક ગરબા કલાવૃંદના સભ્ય ચાંદનીબેન બારોટે ખૂબ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, આજે અમારા માટે ખૂબ જ ગર્વ અને આનંદ-ઉત્સવનો દિવસ છે. વડાપ્રધાનને ફોટામાં જોયેલા પરંતુ આજે અહીં રૂબરૂ જોવા મળ્યા એ લાગણી શબ્દમાં વર્ણન થઇ શકે એમ નથી.

f47bf783 fcf0 4551 a97c 55cf72da683e


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને પોતાના વિસ્તારમાં વધાવતા સ્થાનિક રહેવાસી આતિશભાઇ સોલંકીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે લિંબાયત વિસ્તાર અને સુરત શહેરને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. નવરાત્રિના પાવનપર્વ દરમિયાન શહેરને મળતી અનેક પ્રકલ્પોની ભેટ મા આદ્યશક્તિના પ્રસાદરૂપ છે.

આ પણ વાંચોઃ Ban on PFI: PFI પર મોટી કાર્યવાહી, સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ લીધું એક્શન

Gujarati banner 01