vinesh phogat

Vinesh phogat: ટોક્યો ઓલમ્પિકમાં રેસલર વિનેશ ફોગાટને હવે રેસલિંગ ફેડરેશને કરી સસપેંડ- વાંચો શું છે મામલો

Vinesh phogat: ટોક્યોમાં તેના ખરાબ વ્યવ્હારને લઈને પણ સવાલ ઉઠ્યા. હવે તેના પર આને કારણે ભારતીય કુશ્તી મહાસંઘ (ડબલ્યુએફઆઈ)એ કાર્યવાહી કરી છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 12 ઓગષ્ટઃ Vinesh phogat: . ભારતીય રેસલર વિનેશ ફોગાટ ટોક્યો ઓલંપિકમાં ખાસ પ્રદર્શ ન નહી કરી શકી અને ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ. એટલુ જ નહી. ટોક્યોમાં તેના ખરાબ વ્યવ્હારને લઈને પણ સવાલ ઉઠ્યા. હવે તેના પર આને કારણે ભારતીય કુશ્તી મહાસંઘ (ડબલ્યુએફઆઈ)એ કાર્યવાહી કરી છે. વિનેશ ફોગાટને ટોક્યો ઓલંપિકમાં તેમના વ્યવ્હારને લઈને અસ્થાયી રૂપે સસ્પેંડ કરી દીધી છે.

રેસલિંગ ફેડરેશન હજુ વિનેશના જવાબની રાહ જોઈ રહ્યું છે અને તે પછી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ ઘટનાક્રમની માહિતી રાખનારા સૂત્રોએ ANIને કહ્યુ, હા તેણે (વિનેશ) અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે. અમે તેના જવાબની રાહ જોઈ રહ્યા છીએ અને પછી આગળની કાર્યવાહી નક્કી કરીશું.

આ પણ વાંચોઃ Sweety patel murder case: સ્વિટી પટેલ હત્યા કેસમાં પોલીસને વધુ મહત્ત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા- વાંચો અહેવાલ


હરિયાણાની રહેનારી વિનેશ હંગરીથી ટોક્યો ઓલિમ્પિકમાં રમવા ગઈ હતી જ્યા તે કોચ વોલર અકોસ સાથે પ્રશિક્ષણ લઈ રહી હતી. ટોક્યો પહોચતા જ તેણે ખેલ ગામમાં રહેનારા અને અન્ય ભારતીય ટીમના સભ્યોની સાથે પ્રશિક્ષણ લેવાની ના પાડી દીધી હતી. એશિયન અને કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ વિનેશ પર અનુશાસનહીનતાનો પણ આરોપ લાગ્યો હતો.

Whatsapp Join Banner Guj