Sweety patel case

Sweety patel murder case: સ્વિટી પટેલ હત્યા કેસમાં પોલીસને વધુ મહત્ત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા- વાંચો અહેવાલ

Sweety patel murder case: પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ચકચારભર્યા કેસમાં પોલીસ હવે અજય દેસાઈ સામે કડક કાર્યવાહી થાય તે માટે જડબેસલાક પુરાવા એકટા કરી રહી છે

વડોદરા, 12 ઓગષ્ટઃ Sweety patel murder case: વડોદરાના પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ચકચારભર્યા કેસમાં પોલીસ હવે અજય દેસાઈ સામે કડક કાર્યવાહી થાય તે માટે જડબેસલાક પુરાવા એકટા કરી રહી છે.સ્વીટીની લાશ જંયાં સળગાવી દેવામાં આવી હતી ત્યાંતી પોલીસને તેના શરીરના ૪૩ જેટલા અસ્થિ મલી આવ્યા છે. તે સિવાય તેમનું અર્ધ બળેલું મંગળસુત્ર, વીંટી અને બ્રેસલેટનો ટુકડો પણ પોલીસે કબજે કર્યો છે.

આ પણ વાંચોઃ Shah-PM-birla meet sonia gandhi: લોકસભાની કાર્યવાહી બાદ ઓમ બિરલા, પીએમ મોદી, અમિત શાહની સોનિયા ગાંધી સાથે બેઠક યોજાઇ- વાંચો વિગત

વડોદરાના પોલીસ ઈન્સ્પેટકર અજય અમૃતભાઈ દેસાઈએ ૫ જુન ૨૦૨૧ના રોજ મોડી રાત્રે પોતાની પત્ની સ્વીટી પટંલની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. બાદમાં દેસાઈએ લાશને વહેલી સવારે કારમાં મુકી તેના મિત્ર અને સહ આરોપી કિરીટસિંહ જાડેજાની મદદથી ભરૃચ દહેજ હાઈવે પર આવેલી અટાલી ગામના પાટીયા પાસેની કિરીયસિંહની બંધ હોટેલના પાછળા ભાગે સ્વીટી પટેલની લાશ લાકડા અને કારના ફ્યુઅલથી સળગાવી દઈને લાશનો નિકાલ કર્યો હતો.

પોલીસે અજય દેસાઈના કરેલા એસ.ટી.એસ તથા પોલીગ્રાફ ટેસ્ટના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. તે સિવાય પોલીસે અટાલી ગામના પાટીયા પાસેની બંધ હોટેલના પાછળના ભાગે જ્યાં સ્વીટી પટેલ(Sweety patel murder case)ના મૃતદેહને સળગાવવામાં આવ્યો હતો ત્યાં પોલીસે ત્રણ અલગ અલગ પંચનામા કર્યા હતા.ક્રાઈમ બ્રાંચના પી.આઈ.ડી.બી.બારડ ૧૦ ટીમ અને પાંચ મજુરો સાથે પહોચ્યા હતા. જેમાં પોલીસે તપાસ કરીને સ્વીટી પટેલના શરીરના સ્કલ, સર્વાઈકલ, હાથ-પગની આંગળીઓ, કાનની ઉપરના સ્કલના અસ્થિ, મણકાના ભાગ સહિત કુલ ૪૩ અસ્થિ કબજે કર્યા હતા. તે સિવાય વધુ અસ્થિઓ અને આભુષણો શોધવા માટે મજુરો દ્વારા ખાડાની અંદરની માટી ચારણાથી ચાળીને મોટા પદાર્થોને અલગ કરવામાં આવ્યા હતા. જેમાં સ્વીટી પટેલનું અર્ધ બળેલું મંગળસુત્ર, વિંટી, બ્રેસલેટનો ટુકડો તથા બળી ગયેલા પાંચ દાંત મલી આવ્યા હતા. જોકે દાંત વધુ પ્રમાણમાં બળી ગયા હોવાથી એફ.એસ.એલ. ગાંધીનગર દ્વારા આ અસ્થિઓ અને દાંતના ડી.એન.એ મેળવવા માટે હાલમાં તેનું અલગ અલગ મેથડથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ landslide in kinnaur: ખાઈમાં પડેલી બસમાં 24 પ્રવાસીઓ હતા, 13ને બચાવાયા કાટમાળમાં સપડાયેલી ટાટા સુમોમાંથી આઠ મૃતદેહ મળ્યા

હિન્દુ વિધિથી લાશને બાળવા ઘી અને દૂધ મંગાવવામાં આવ્યું હતું

અજય દેસાઈના પ્રયોસા સોસાયટીના ઘરે કોઈ શખ્સ ૫ જુનના રોજ કોઈ વસ્તુ લઈને અજય દેસાઈની કારમાં મુકતો હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાયું હતું. આ વ્યક્તિની પોલીસે પુછપરછ કરતા તેણે કિરીટસિંહ જાડેજાના કહેવાાૃથી આરોપી અજય દેસાઈને ઘી, દુાૃધ તાૃથા દહીં આપવા આવ્યો હોવાની હકીકત બહાર આવી હતી.આમ હિન્દુ વિાૃધીાૃથી મૃતદેહ(Sweety patel murder case) સળગાવવા માટે અજય દેસાઈએ ઘી મંગાવ્યું હતું. પોલીસે ઘી લાવનારા શખ્સનું મેજીસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન લીધું હતું. તે સિવાય અન્ય બે સાહેદાના નિવેેદન પણ કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા.

સાક્ષીઓનાં નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયાં

અજય દેસાઈ પોલીસ ઈન્સ્પેક્ટર હોવાાૃથી પોલીસની કાર્યવાહીાૃથી સ્વાભાવિક છે વાકેફ હોય. તે આ કેસના મહત્વના સાક્ષીઓને ફેરવી તોળે તેવી શક્યતાને પગલે જ પોલીસે ઘી લાવનારા તાૃથા અન્ય બે સાક્ષીના નિવેદનો મેજીસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા. આ કેસમાં પ્રત્યક્ષ પુરાવા ઉપરાંત સાંયોગિક પુરાવા તાૃથા સાક્ષીઓના નિવેદનો પણ ખુબ મહત્વના છે.

આ પણ વાંચોઃ ATM without cash: નવો નિયમ, જો હવે એટીએમ કેશ વગરના હશે તો RBI બેન્કોને દંડ ફટકારશે- વાંચો વિગત

અજય દેસાઈના પ્રયોસા સોસાયટીના ઘરે કોઈ શખ્સ ૫ જુનના રોજ કોઈ વસ્તુ લઈને અજય દેસાઈની કારમાં મુકતો હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાયું હતું. આ વ્યક્તિની પોલીસે પુછપરછ કરતા તેણે કિરીટસિંહ જાડેજાના કહેવાાૃથી આરોપી અજય દેસાઈને ઘી, દુાૃધ તાૃથા દહીં આપવા આવ્યો હોવાની હકીકત બહાર આવી હતી.આમ હિન્દુ વિાૃધીાૃથી મૃતદેહ સળગાવવા માટે અજય દેસાઈએ ઘી મંગાવ્યું હતું. પોલીસે ઘી લાવનારા શખ્સનું મેજીસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ નિવેદન લીધું હતું. તે સિવાય અન્ય બે સાહેદાના નિવેેદન પણ કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj