WTC Final India vs Newzeland

WTC final: ભારતના ૨૧૭ના જવાબમાં ન્યૂઝિલેન્ડ પ્રથમ ઈનિંગમાં ૨૪૯માં ઓલઆઉટ

સ્પોર્ટ્સ ડેસ્ક, 23 જૂનઃWTC final: ભારતીય બોલરોના અસરકારક દેખાવ છતાં વિલિયમસનના લડાયક ૪૯ તેમજ સાઉથી અને જેમીસનની ઉપયોગી ઈનિંગને સહારે ન્યૂઝિલેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC final)ની ફાઈનલમાં પ્રથમ ઈનિંગને ૩૨ રનની પાતળી સરસાઈ હાંસલ કરી લીધી હતી. શમીએ ચાર અને ઈશાંતે ત્રણ વિકેટ ઝડપતા ભારતના ૨૧૭ના જવાબમાં ન્યૂઝિલેન્ડ પાંચમા દિવસે ૯૯.૨ ઓવરોમાં ૨૪૯ રને આઉટ થયું ત્યાર બાદ ટી બ્રેક પડયો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો હોવાથી મેચ આવતીકાલે છઠ્ઠો દિવસ હોવા છતાં આગળ વધશે. 

સાઉથમ્પ્ટનમાં ચોથા દિવસ(WTC final)ની રમત ધોવાઈ ગયા બાદ આજે પાંચમા દિવસે વિલિયમસન (૧૨) અને ટેલર (૦)ની જોડીએ ન્યૂઝિલેન્ડની ઈનિંગને ૪૯ ઓવરમાં બે વિકેટે ૧૦૧ના સ્કોરથી આગળ ધપાવી હતી. 

WTC final

ભારતીય ફાસ્ટરો(WTC final)એ પાંચમા દિવસે આક્રમક શરૃઆત કરી હતી. ન્યૂઝિલેન્ડે પાંચમા દિવસે માંડ ૧૬ રન જોડયા હતા, ત્યાં જ શમી ત્રાટક્યો હતો. તેણે ટેલર જેવા ડેન્જરસ બેટ્સમેનને માત્ર ૧૧ રનના વ્યક્તિગત સ્કોર પર ગિલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જે પછી ઈશાંતે નિકોલ્સને (૭) અને શમીએ વેટલિંગ (૧)ને પેવેલિયન ભેગા કરતાં ન્યૂઝિલેન્ડની ટીમ પાંચ વિકેટે ૧૩૫ રનના સ્કોર પર ફસડાઈ ગઈ હતી. પાંચમા દિવસે સવારથી લઈને લંચ સુધીમાં ન્યૂઝિલેન્ડ માંડ ૩૪ રન કરી શક્યું હતુ અને તેમણે ત્રણ વિકેટ ગુમાવી હતી. ભારતીય બોલરોનો પ્રભાવ મેચ પર સ્પષ્ટ જોઈ શકાતો હતો. 

નોંધનીય છે કે, ન્યૂઝિલેન્ડ(WTC final) તરફથી સૌથી વધુ રન ફટકારવામાં વિલિયમસને ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગને પાછળ રાખી દીધો છે. આ યાદીમાં રોસ ટેલર ૭,૫૧૭ રન સાથે ટોચ પર છે. જે પછી વિલિયમસનને સ્થાન મળ્યું છે. જ્યારે ફ્લેમિંગ ૭,૧૭૨ રન સાથે ત્રીજા ક્રમે ધકેલાયો છે. બ્રેન્ડન મેક્કુલમ ૬,૪૫૩ રન સાથે ચોથા ક્રમે છે. જ્યારે માર્ટિન ક્રો ૫,૪૪૪ રન સાથે પાંચમા સ્થાને છે. 

આ પણ વાંચો..LIC Mega IPO: એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ માટે રસ્તો વધુ સરળ બનશે! વાંચો સંપૂર્ણ માહિતી