LIC Policy

LIC Mega IPO: એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ માટે રસ્તો વધુ સરળ બનશે! વાંચો સંપૂર્ણ માહિતી

બિઝનેસ, 23 જૂનઃLIC Mega IPO: એલઆઈસી-લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સૂચિત મેગા આઈપીઓ માટે માર્ગ સરળ કરવા શેરોના લિસ્ટિંગ માટેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યો છે. હવે રૂ.એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓનું પાંચ ટકા શેરોના વેચાણ-ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા પણ લિસ્ટિંગ થઈ શકશે. 

અલબત આટલું  માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓએ પાંચ ટકા શેરોના વેચાણ બાદ બે વર્ષમાં પબ્લિક શેર હોલ્ડિંગ વધારીને ૧૦ ટકા અને પાંચ વર્ષમાં વધારીને ૨૫ ટકા કરવાનું રહેશે. નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક અફેર્સ દ્વારા સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટસ(રેગ્યુલેશન) રૂલ્સમાં સુધારા કરવામાં આવ્યા છે.

અલબત મૂડી બજાર સાથે સંકળાયેલા અને કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે, અત્યંત મોટા આઈપી(LIC Mega IPO)ઓમાં ૧૦ ટકા હોલ્ડિંગનું વેચાણ કરવું અત્યંત પડકારરૂપ છે. આ સુધારા સાતે કંપનીઓ જે રૂ.એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવે છે એ હવે ૧૦ ટકાના બદલે અત્યારે પાંચ ટકા શેરો માટે ઓફર લાવી શકશે અને વધુ હોલ્ડિંગ ઓછું કરવા માટે સમય મળી રહેશે.

LIC Mega IPO

સરકાર દ્વારા આ સમતુલિત સુધારા કરાયા છે. રૂ.એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી કંપનીઓ લિસ્ટિંગના બે વર્ષમાં ૧૦ ટકા પબ્લિક શેરહોલ્ડિંગ કરવાનું રહેેશે અને પાંચ વર્ષમાં ૨૫ ટકા પબ્લિક હોલ્ડિંગ કરવું જરૂરી રહેશે.

 આ સુધારા સાથે એ પણ નોંધનીય છે કે ભારતમાં મોટાભાગના ઈસ્યુઓ માટે કોઈ બદલાવ આવશે નહીં, આ સુધારાનો લાભ એલઆઈસીના સૂચિત આઈપી(LIC Mega IPO)ઓ માટે ભારત સરકારને  જ મળશે. આ વર્ષે ફેબુ્રઆરીમાં સેબી બોર્ડ દ્વારા મોટા કદના ઈસ્યુઅરો માટે ન્યુનતમ પબ્લિક ઓફરના ધોરણોને હળવા કરવાને મંજૂરી આપવામાં આવી હતી. 

આ દરમિયાન નિયમોમાં આ નવા સુધારા સાથે ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ની કલમ ૩૧ હેઠળ માન્ય રિઝોલ્યુશન પ્લાનના અમલીકરણના પરિણામે દરેક લિસ્ટેડ કંપની(LIC Mega IPO)એ પાંચ ટકા ન્યુનતમ પબ્લિક શેર હોલ્ડિંગ જાળવવું ફરજીયાત રહેશે. 

આ પણ વાંચોઃ નેપાળ(nepal)નો નવો મોટો દાવો: વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું- અમારે ત્યાં થઈ છે યોગની ઉત્પત્તિ, ભારતનું કોઈ અસ્તિત્વ જ નહોતું- વાંચો વિગતે