Anand General Hospital: આણંદ જનરલ હોસ્પિટલના નર્સ સંગીતા મેકવાને ૨૬૦૦ નાગરિકોને રસી મૂકી કોરોના કવચથી સુરક્ષિત કર્યા

આણંદ જનરલ હોસ્પિટલના (Anand General Hospital) આરોગ્ય કર્મયોગી સ્ટાફ નર્સ સંગીતા મેકવાને ૨૬૦૦ નાગરિકોને રસી મૂકી કોરોના કવચથી સુરક્ષિત કર્યા આણંદ જિલ્લામાં કર્મયોગી આરોગ્ય સેવકો છેલ્લા દોઢ મહિનાથી સતત રસી … Read More

નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે

નારી તું નારાયણી: સગર્ભા મહિલા તબીબ નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે: અંકોડિયાના એ.એન.બહેનની સેવા નિષ્ઠાને ગામલોકો વખાણે છે વડોદરા, ૩૦ નવેમ્બર: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલની … Read More

કોરોના સામે ૬ માસથી ૫૫૦ નર્સિંગ સ્ટાફની ‘ફ્લોરેન્સ’ કામગીરી

૧૦૦ થી વધુ નર્સ સંક્રમિત થયા, સારવાર લઈ ફરી ફરીને કરી રહ્યા છે દર્દીઓની સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૬નવેમ્બર:એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો ૫૫૦ વ્યક્તિઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કાબિલેદાદ કામગીરી કરી ફ્લોરેન્સના નામને સાર્થક કરી રહ્યા હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.હિતેન્દ્ર જાખરીયા ગૌરવ સાથે જણાવે છે. સતત ૬ માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદારણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બન્યાનું ડો. જાખરીયા જણાવે છે. કોવીડ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓ માટે ખાસ વોર્ડ અને ઓ.ટી. વિભાગ ખોલવામાં આવ્યો છે. અહીં અવતાર પામતા લાડલા બાળકોને માની મમતા આ નર્સ બહેનો પુરી પાડી રહી છે. પુરુષ નર્સ સમયની પરવા કર્યા વગર તેમની ફરજ નિભાવી નર્સિંગ વ્યવસાયને સેવા રૂપી કવચ પહેવારી ઉચ્ચતમ શિખરે પહોચાડ્યું હોવાનું ડો. હિતેન્દ્ર જણાવે છે. આ ફરજ દરમ્યાન અનેક નર્સ કોરોના સંક્રમિત બન્યા, તેઓ સારવાર તેમજ ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહી પુનઃ તેમની ફરજ બજાવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફમાં પતિ પત્ની બંને કોરોના સંક્રમિત થયાની ઘટનાઓ પણ અનેકવાર બની છે, તેમ છતાં કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે. ડો. જાખરીયા પોતે જોયેલ કોરોનાનું રૌદ્ર સ્વરૂપ અને ૬ માસની નર્સિંગ કામગીરીને ધ્યાને લઈ પ્રજાને આવનારા તહેવારોમાં સચેત રહેવા ખાસ અપીલ કરતાં કહે છે કે, આપણે માસ્ક, સૅનેટાઇઝર અને ‘‘દો ગજની દુરી’’નો મંત્ર સતત ચાલુ રાખવો પડશે. અમારો સ્ટાફ સતત હાજર જ છે પરંતુ કોઈને આ બીમારી લાગુ ન પડે તેમ અમે ઇચ્છીએ છીએ. ખાસ કરીને નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ઘરે જ રહે અને બહારનું જમવાનું ટાળે તેમ તેઓ વિશેષ અપીલ કરે છે. આરોગ્ય કર્મીઓ તેમની ફરજ અવિરતપણે નિભાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને કોરોનાને મહાત આપીએ…         

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ જવાબદારી નિભાવતા મનીષાબેન

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ  જવાબદારી  નિભાવતા ઇન્ચાર્જ નર્સ મનીષાબેન પંડયા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:આશરે ૧૫ વર્ષથી સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં કાર્યરત મનીષાબેન પંડયા પથરીના દર્દને ભુલાવી કોરોના વોર્ડ તેમજ ગાયનેક અને બાળરોગ વિભાગમાં મલ્ટીપલ કામગીરી કરી સાચા અર્થમાં સિસ્ટરની ભૂમિકા ચરિતાર્થ કરી રહ્યા છે. કોરોના ડયુટી દરમ્યાન તેમના પુત્ર કોરોના સંક્રમિત થયો હતો. તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ પૂર્ણ કરતા, આ જ સમય દરમ્યાન તેમના નણંદના દીકરાનું મૃત્યુ થયું તો પણ જરાપણ વિચલિત થયા વગર તેમની ફરજને અગ્રીમ ગણી કોરોનાની જવાબદારી સંભાળી હતી. કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર ઉપરાંત એડમીન તરીકે તેઓને સ્ટાફનું મેનેજમેન્ટ કરવાનું, દર્દીઓને ટ્રાન્સફર કરવા તેમજ મૃતકોનું નિયમન સહીત વિવિધ કામગીરી કરી. રોટેશન મુજબ તેઓ બાળકોના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં અવિરત સેવા પુરી પાડી રહ્યા છે. નારી શક્તિ અને પ્રબળ ઈચ્છા શક્તિના સંગમ થકી સિવિલમાં નર્સ બહેનોને તેઓ પ્રેરણા પુરી પડી રહ્યા છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા આપતી ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી … Read More

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૩૧ ઓક્ટોબર: કોરોનાના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભુમિકા … Read More

નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનનની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં કોરોના સંક્રમિત થયાં … Read More

જન્મદિવસે જ નર્સિંગ બહેનોને વીમા કવચ સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ

જન્મ દિવસની અનોખી ઉજવણી જન્મદિવસે જ નર્સિંગ બહેનોને વીમા કવચ સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા: ઈકબાલ કડીવાલા કોરોના વોરિયર્સ તરીકે કાર્ય કરતી ગુજરાતની ૫૦૦૦ આઉટ સોર્સિંગ નર્સિંગ બહેનોને રૂ. … Read More

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી:શર્મિન કાલડીયા (ટ્રેઈની સ્ટુડન્ટ) કોવીડ દર્દીઓની ૧૦ દિવસની સારવારનો અનુભવ વાગોળતા મેડિકલ સ્ટુડન્ટ્સ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: હજુ … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ

અગર તમે કોઈ એક વ્યક્તિનું પણ જીવન બચાવશો તો તમનેએક તબીબ તરીકેનું જીવન જીવી ગયાનો આત્મસંતોષ જરૂર મળશે રાજકોટ સીવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવતાં તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાનની સાથે શીખી રહ્યાં છે સેવાના પાઠ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯સપ્ટેમ્બર:તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવે છે કે, “કોરોનાના કપરા સમયમાં લોકોને આ મહામારીમાંથી બહાર લાવવા અને તેમની સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે કામ કરી શકે તેવા મેડિકલના ત્રીજા વર્ષના તથા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની જરૂર છે, જે વિદ્યાર્થીઓ સેવા આપવા તૈયાર હોય તેમને તુરત જ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે.” આ મેસેજ વાંચીને તરત જ કેટલાક વિદ્યાર્થીઓ તૈયાર થાય છે, અને કોવિડ હોસ્પિટલ પહોંચી લોકોની સેવામાં લાગી જાય છે. આ દ્રશ્ય આપણને કોઈ કાલ્પનિક ફિલ્મ જેવું લાગે. પરંતુ વાસ્તવમાં ફિલ્મ જેવી જ ઘટના રાજકોટમાં આકાર પામી છે. કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની દેખભાળ રાખવાની સાથે તેમને માનસિક સધિયારો પૂરો પાડવાનું અગત્યનું કાર્ય પણ સિવિલ  હોસ્પિટલના આરોગ્ય કર્મીઓ કાર્ય કરી રહ્યા છે. પરંતુ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ તેમની સારવાર માટે આરોગ્ય કર્મીઓની વધુ જરૂરિયાત જણાતાં તબીબી વિદ્યાશાખાના  ત્રીજા અને  અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને વોલેન્ટિયર તરીકે સેવા આપવા આહવાન કરવામાં આવ્યું હતું, જેનો તબીબી શાખાના વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોતાની સેવારૂપી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. રાજસ્થાનના અજમેર જિલ્લાના બિયાવરના વતની અને મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા જયંત દેવાણી કહે છે કે, હું લોકડાઉનના ત્રણ મહિના મારા વતન ગયો હતો. તેવા સમયે અમારા વોટ્સએપ ગ્રુપમાં કોવિડ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપવા માટેના આવેલા મેસેજને વાંચી હું તુરંત જ સ્વયંસેવક તરીકે જોડાવા તૈયાર થઈ ગયો. આ માટે ઘરમાં વાત કરી. ઘરના લોકોએ ડરના કારણે પહેલા તો મને જવાની ના પાડી.  પરંતુ  મેં  તેમને સમજાવ્યા  કે,  આવા સમયમાં જ અમારી સેવાની સાચી જરૂર હોય છે. પરિવારજનો મારી વાત સાથે સહમત થયાં અને આજે હું સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવી રહ્યો છું. મને શરૂઆતમા અહીં આવતા થોડો ડર લાગ્યો, એમ જણાવતાં જયંત કહે છે કે, અમે અહીં દર્દીને જોતા, તેમને મદદ કરતા, ધીમે ધીમે અહીંનો ડર જતો રહ્યો અને દર્દીઓને માનસિક સધિયારો આપી એમની સારવારમાં મદદરૂપ બની તેમનું જીવન બચાવવાના કાર્ય થકી હવે મને અજબ આંતરિક શાંતિ મળી રહી છે. આ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતાં મેડિકલના ચોથા વર્ષના વિદ્યાર્થીની નેન્સી ગણાત્રા કહે છે કે, જે દિવસે મારા મેડીકલના ૪ વર્ષ પૂર્ણ થયા, તે જ દિવસથી મેં કોવીડની ડ્યુટી શરૂ કરી હતી. તેના કારણે મારા જીવનમાં એક નવો જ વળાંક આવ્યો છે. મેં જેટલું ૪ વર્ષમાં નથી શીખ્યું તેટલું આ ૮ દિવસોમાં હું શીખી છું. ઈન્ટર્નશિપ માટે જે બાબતો જરૂરી છે, તેનું મને જ્ઞાન હતું, પરંતુ અહીં આવીને મેં બાયપેપ, એન.આર.બી.એમ. અને વેન્ટિલેટરને માત્ર જોયું જ નહીં, પરંતુ તેનું પ્રત્યક્ષ જ્ઞાન પણ મેળવ્યું છે અને તેના કારણે અત્યારે હું મારું કામ વધુ સારી રીતે કરી શકું છું. મેં કદી વિચાર્યું પણ નહોતું કે આવા મહામારીના સમયમાં મારી આઈ.સી.યુ.માં ડ્યુટી આવશે. પરંતુ આ મહામારીનો સમય છે, આ સમયમાં આપણે આપણા વ્યવસાયનું કાર્ય નહીં કરીએ તો કોણ કરશે ? તેમ જણાવતાં નેન્સી તેમની સાથેના તબીબી શાખાના અન્ય વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં કહે છે કે, આ મહામારીથી ડરીને આપણે ઘરે જ બેઠા રહેશું તો દર્દીઓની  સંભાળ  કોણ  લેશે ? અને આજે નહીં તો કાલે, આપણે આ બધું શીખવાનું જ છે ને! તો શું કામ આપણે આજે જ આગળ આવી દર્દીઓને મદદ ન કરીએ ! loading…  કોવિડ વોર્ડમાં છેલ્લા ૨૦ દિવસથી સ્વયંસેવક તરીકે કામ કરતાં મેડીકલના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની આસ્થા ગોહિલ કહે છે કે, મને અહીં મારી ફરજ દરમિયાન દર્દી નારાયણની સેવા કરવાનો અને અમારા સીનિયર્સને મદદરૂપ બનવાનો બેવડો લાભ મળી રહયો છે. મારી આ ફરજ દરમિયાન મને ઘણું બધું શીખવા મળ્યું છે. … Read More