vidhan sabha 76th Constitution Day 1

Constitution of India: ભારતનું બંધારણ સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનતનું અર્ક: વિધાનસભા અધ્યક્ષ

Constitution of India: ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને આમુખનું વાંચન કરાયું

  • રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત સૌએ બંધારણના આમુખનું કર્યું સામૂહિક પઠન

ગાંધીનગર, ૨૬ નવેમ્બર: Constitution of India: વિધાનસભા પોડિયમ ખાતે બંધારણ દિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણનું પૂજન અને બંધારણના આમુખનું વાંચન કરાયું હતું. રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ઉપસ્થિત સૌએ બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખીત બંધારણ છે. ભારતનું બંધારણ દેશને આઝાદી અપાવનારા બાહોશ સ્વાતંત્ર્યસેનાનીઓની મહેનતનું અર્ક છે. ભારતીયતા આપણો ધર્મ છે તો બંધારણ આપણો ધર્મગ્રંથ છે.

આ પણ વાંચો:- 76th Constitution Day: ૭૬મા બંધારણ દિવસ નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં ઉદ્દેશિકાનું સામૂહિક પઠન

સંવિધાનના સુયોગ્ય અમલીકરણ થકી નાગરીકોના જીવન સરળ બની રહ્યાં છે. નાગરીકોની સમસ્યાઓનો ઉકેલ આપણાં બંધારણમાં છે. સંવિધાનમાં લોક કલ્યાણ, કાયદો, ન્યાય, સુરક્ષા નાગરીકોના હક અને ફરજો તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણને માત્ર પુસ્તક સ્વરૂપે ન જોતાં તેના રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવને જીવન શૈલી બનાવવા અધ્યક્ષશ્રીએ અનુરોધ કર્યો હતો.

બંધારણના આમુખ વાંચન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, સામજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રધ્યુમનભાઈ વાજા, કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારા, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય રીટાબેન પટેલ, વિધાનસભા સચિવ સી. બી. પંડ્યા સહિત અધિકારીઓ-કર્મચારીઓ તથા જે. એમ. ચૌધરી શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો